AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somanth: આ બાળસિંહના સિંહણે કર્યાં આવા હાલ હવાલ, જુઓ જોરદાર વીડિયો

સિંહણ (Lion cub) જળાશયના કાંઠે બેસીને શિયાળાના તડકાંની મજા માણી રહ્યા છે. સિંહણ તેના બચ્ચાને સાચવીને મોંમાં પકડીને પાણીમાંથી લઇને જઈ રહી છે. આ વીડિયો ગીર પંથકની સરદહે આવેલા કોઈ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Gir somanth: આ બાળસિંહના સિંહણે કર્યાં આવા હાલ હવાલ, જુઓ જોરદાર વીડિયો
સિંહણનો તેના બચ્ચાં સાથેનો વીડિયો વાયરલ (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 2:56 PM
Share

ગીરના જંગલમાં તેમજ આસપાસના વન્ય વિસ્તારમાં વનરાજા અવાર નવા લટાર મારતા જોવા મળતા હોય છે તો ઘણી વાર સિંહ અને સિંહણ પણ સપરિવાર વન્ય કે શહેરી વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ત્યારે એક સરસ મજાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહણ તેના બચ્ચાને મોઢામાં ઉંચકીને નાના જળાશયમાંથી બહાર નીકળે છે અને તેના બીજા બચ્ચાં તેમજ સિંહણ જળાશયના કાંઠે બેસીને શિયાળાના તડકાંની મજા માણી રહ્યા છે. સિંહણ તેના બચ્ચાને સાચવીને મોંમાં પકડીને પાણીમાંથી લઇને જઈ રહી છે. આ વીડિયો ગીર પંથકની સરદહે આવેલા કોઈ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉનામાં સિંહ પરિવારે મારી શહેરમાં લટાર

ગીર સોમનાથના ઉનામાં સિંહ પરિવારે છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા છે. ત્યારે હવે સિંહ પરિવાર ઉના શહેરમાં દ્રોણેશ્વરની બજારો અને ખેતરોમાં પણ ફરતા જોવા મળે છે. સિંહના એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં 5 સિંહ બિન્દાસ્ત શહેરી વિસ્તારમાં દોડી રહ્યા છે. આ રાત્રિના સમયના ફૂટેજ છે. આ પ્રકારે શહેરી વિસ્તારમાં સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 5 સિંહનો પરિવાર CCTVમાં કેદ થયો છે અને તે પણ રહેણાંક વિસ્તારમાં. આ પ્રકારે સિંહોનું ટોળું જોવા મળતા સ્થાનિકો રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સિંહોની અવરજવરને લઇને વનવિભાગને તાકિદે જાણ કરી હતી. તેમજ સિંહને પાંજરે પૂરીને વન્ય વિસ્તારમાં મોકલી આપવા રજૂઆત કરી હતી.

તો અન્ય એક ઘટનામાં એક હરણ પણ અમરેલીના ધારી નજીક એટીએમમાં ફસાયેલું જોવા મળ્યું હતું.  અમરેલીના ધારીમાં એકહરણ વન્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવી ગયું હતું  અને  આવ્યા બાદ અન્ય  જંગલી પશુઓથી બચવા તે સહારો શોધી  રહ્યું હતું , વન્ય વિસ્તારમાંથી ધારીના શહેરી વિસ્તારમાં આવી ગયેલું  હરણ  સલમામત આશરો લેવા માટે  નજીકમાં દેખાતા ATM માં જતું રહ્યું હતું. અમરેલીના ધારીમાં એક એવી ઘટના બની જેના દ્રશ્યો જોઈ લોકો વિચાર કરતા રહી ગયા. ધારી પેટ્રોલ પંપ નજીક આવેલી બેંકના ATM સેન્ટરમાં રાત્રે હરણ ઘૂસી ગયું હતું. શિયાળાનો સમય  હોવાથી રસ્તા પર એવરજવર ન હોવાને કારણે આખી રાત હરણ  એટીએમમાં ફસાયેલું રહ્યું હતું. જોકે સવારના સમયે  રસ્તા ઉપરથી પસાર થતા હોમગાર્ડની નજરએટીએમમાં ફસાયેલા હરણ ઉપર જતા હોમગાર્ડે તુરંત  વન વિભાગને જાણ કરી. વન વિભાગે આ માહિતી મળતા એટીએમ  ખાતે પહોંચીને  હરણને એટીએમમાંથી બહાર કાઢ્યું હતું

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">