ગીર નેશનલ પાર્કને સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું, સહેલાણીઓને સિંહ દર્શન  માટે રવાના કરવામાં આવ્યા

|

Oct 16, 2022 | 11:55 PM

એશિયાનું એકમાત્ર સિંહો( Asiatic Lion)  માટેનું રહેઠાણ એટલે  ગુજરાતનું(Gujarat) ગીર નેશનલ(Gir) પાર્ક,ચોમાસા દરમિયાન બંધ રહેલા ગીર નેશનલ પાર્કને સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સફારી પાર્કમાં ફરવા આવેલા પ્રથમ ત્રણ સહેલાણીઓનું ફૂલ આપીને તેમજ મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું

એશિયાનું એકમાત્ર સિંહો( Asiatic Lion)  માટેનું રહેઠાણ એટલે  ગુજરાતનું(Gujarat) ગીર નેશનલ(Gir) પાર્ક,ચોમાસા દરમિયાન બંધ રહેલા ગીર નેશનલ પાર્કને સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સફારી પાર્કમાં ફરવા આવેલા પ્રથમ ત્રણ સહેલાણીઓનું ફૂલ આપીને તેમજ મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.સાસણના DCF દ્વારા લીલીઝંડી આપી સહેલાણીઓને સિંહ દર્શન   માટે રવાના કરવામાં આવ્યા હતા. સફારી પાર્કની મુલાકાતક માટે ચાર-પાંચ મહિના પહેલા જ ઓનલાઈન પરમિટ શરૂ થઈ જાય છે. હાલ દૈનિક 180 પરમિટ ઓનલાઈન કાઢવામાં આવે છે. તેમજ દેવ દીવાળી સુધી પરમિટનું બુકીંગ ફૂલ થઈ ગયું છે.આ વર્ષે ભારે વરસાદના કારણે ગીર જંગલમાં પાણીથી ભરેલા નદી- નાળાઓ અને ઠેક-ઠેકાણે પાણીના ધોધ જોવા મળી રહ્યા છે. સહેલાણીઓએ જંગલમાં કુદરતી વાતાવરણનો અદભૂત લ્હાવો માણ્યો હતો. અલગ-અલગ રૂટ પર સિંહ સહિતના અન્ય વન્યજીવોને નિહાળી તમામ સહેલાણીઓ રોમાંચિત થયા હતા.

માસાની સિઝન   દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થયું છે.  ત્યારે વન વિભાગ  દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરી છે.

સિંહોનું વેકેશન પૂર્ણ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ

ગીર અભ્યારણ્યના ટુરિસ્ટ રૂટનું  સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અત્યારથી જ સિંહ (Lion) દર્શનની પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમિટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટિંક સિંહ માટે જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વનરાજને જંગલમાં વિચરતા જોવાનો લ્હાવો લેવા આવે છે, વળી વરસાદ બાદ તો ગીર જંગલનું  કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.

Published On - 11:51 pm, Sun, 16 October 22

Next Video