દીવઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોન કાઉન્સલની બેઠક, દરિયાઈ સરહદની સુરક્ષા અંગે થશે ચર્ચા

|

Jun 11, 2022 | 8:20 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) આજે દીવની મુલાકાતે જશે . દીવમાં તેમની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોન કાઉન્સલની 25મી બેઠકમાં  ગુજરાત, ગોવાના સીએમ તેમજ દીવ દમણના પ્રશાસક હાજર રહેશે.

દીવઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોન કાઉન્સલની બેઠક, દરિયાઈ સરહદની સુરક્ષા અંગે થશે ચર્ચા
Home Minister Amit Shah (File Image)
Image Credit source: File Image

Follow us on

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)દીવની  (DIU)મુલાકાતે પહોચવાના છે ત્યારે આ મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ઝોન કાઉન્સલની બેઠકમાં દરિયાઈ સરહદની સુરક્ષાને (Coastal Security)વધુ સઘન બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાથી દરિયાઈ માર્ગે મોટી માત્રા ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે. જેને અટકાવવા તથા નિયંત્રણમાં લાવવા માટે આ બેઠકમાં સરકાર એક્શન પ્લાન ઘડી શકે છે. આ અગાઉની બેઠકમાં પણ અમિત શાહે વિવાદોને ઉકેલવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક પરિષદના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.મહત્વનું છે કે રાજ્યો વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય પુનર્ગઠન અધિનિયન, 1956 હેઠળ પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીનો  અંદાજિત દીવ કાર્યકમ

 

1) દીવમાં 26 મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક. સમય: 11AM.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

2) ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક સમય: બપોરે 3:30.

3) વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ (ભાષણ) સમય: સાંજે 5:30.

4) ભૂતપૂર્વ INS ખુકરીનું મ્યુઝિયમ તરીકે ઉદ્ઘાટન સમય: 6:30.

દરિયા કાંઠાની  સુરક્ષા અંગે કરવામાં આવશે ચર્ચા

વેસ્ટર્ન ઝોન કાઉન્સલની 25મી બેઠકમાં ગુજરાત, ગોવાના મુખ્યમંત્રીઓ ઉપરાંત દીવ, દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પણ હાજર રહેશે.ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહી શકે તેવી શકયતાઓ છે. આ પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોનું વધુ સંકલન અને આંતરિક સુરક્ષા, દરિયા કાંઠાની સુરક્ષા, મેટ્રોપોલિટન પોલીસ વ્યવસ્થા સંબંધિત રાજ્યો દ્વારા અપરાધ અને ગુનેગારો વિશેની માહિતી આદાન પ્રદાન કરશે. સાથે જ આ બેઠકમાં ક્ષેત્રિય પરિષદ સુરક્ષા, પરિવહન, ઉદ્યોગ, પાણી અને વીજળી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા દીવમાં INS ખુકરી મેમોરિયલનું પણ લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છેકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  તારીખ 10 જૂનથી ગુજરાતના પ્રવાસે છે  તેઓ  દીવના કાર્યક્રમ બાદ  12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બપોરે ગાંધીનગર પહોંચશે અમિત શાહ ગાંધીનગર મનપા અને GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.

Published On - 6:57 am, Sat, 11 June 22

Next Article