મહેસાણા: નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, જુઓ VIDEO

|

Jul 29, 2020 | 2:28 PM

મહેસાણા પાલિકાની આજે મળેલી સામાન્ય સભા શરૂ થતાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપ શાસિત પાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા કાઈ રજૂઆત થાય એ પહેલાં જ ભાજપના સભ્યો દ્વારા સામાન્ય સભામાં હાથ ઉપરના કામો મંજૂર કરતાં વિવાદ સર્જાઈ ગયો હતો. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે કામો મંજૂર કરી સભા પૂર્ણ કરી દઈ સભા […]

મહેસાણા: નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, જુઓ VIDEO

Follow us on

મહેસાણા પાલિકાની આજે મળેલી સામાન્ય સભા શરૂ થતાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપ શાસિત પાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા કાઈ રજૂઆત થાય એ પહેલાં જ ભાજપના સભ્યો દ્વારા સામાન્ય સભામાં હાથ ઉપરના કામો મંજૂર કરતાં વિવાદ સર્જાઈ ગયો હતો. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે કામો મંજૂર કરી સભા પૂર્ણ કરી દઈ સભા છોડીને નીકળતા ચીફ ઓફિસરને કોંગ્રેસે ઘેરાવો કરી લીધો હતો. તો પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ સ્ટેજ પર ચડી જઈને ચીફ ઓફિસર જીગર પટેલને ધક્કો મારીને સ્ટેજ નીચે ઉતરતા રોકવા પ્રયાસ કર્યો હતો. જે હંગામો થતા સભાખંડમા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ વિવાદમાં કામો મંજૂર કરવા બહુમતી હોવાનો કોંગ્રેસએ 23 સભ્યો હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસની બહુમતીના મત લેવા માટે ચીફ ઓફિસને રોકી રખાયા હતા. તો પાલિકા પ્રમુખ સહિત ભાજપના સભ્યો નીકળી ગયા હતા. તો બીજી તરફ ભાજપે પણ 19 સભ્યોની બહુમતી હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને લઇને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, વાંચો આ અહેવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article