રાજ્યમાં વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓએ જમાવ્યું આકર્ષણ- જુઓ Video

|

Sep 20, 2023 | 11:50 PM

Ganeshotsav: રાજ્યમાં વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓએ આકર્ષણ જમાવ્યુ છે. જેમા ક્યાંક સાબના ગણપતિ તો ક્યાંક ચંદ્રયાનની થીમ આધારિત ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. વિઘ્નહર્તાના અલગ અલગ સ્વરૂપો ભાવિકોમાં આકર્ષણ બની રહ્યા છે. આ તરફ ક્યાંક ગણેશજીની મૂર્તિ દ્વારા સામાજિક સંદેશ આપવાનો પણ પ્રયાસ જોવા મળ્યો.

Surat: હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જેમા સુરતના એક ડેન્ટિસ્ટે 2 હજાર 655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમા બનાવી છે. ગણેશ સાથે ભારતની સિદ્ધિ એવુ ઈસરોનું ચંદ્રયાન પણ બનાવ્યુ છે. સુરત સાયબર સેલએ સાયબર સેલથી બચવાનો ગણેશજીનો પંડાલ ઉભો કર્યો. ગણપતિ બાપ્પા બોલીને LED દ્વારા સાયબર ફ્રોડથી બચવાની સલાહ આપી રહ્યા છે.

ઢાંક ગામે અનોખો શ્રીજીનો પંડાલ

રાજકોટના ધોરાજીના ઢાંક ગામમાં અનોખો શ્રીજીનો પંડાલ બનાવવામાં આવ્ચો. અહીં જે લોકો આવી ન શકે તે ટપાલ અને પત્ર દ્વારા પોતાનું દુ:ખ વ્યક્ત કરી શકે છે. આ તરફ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં મેટ્રોની થઈમ પર ગણેશજીનો પંડાલ બનાવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad : સુતળી બોમ્બ નહીં, પરંતુ મચ્છર ભગાવવા AMCએ કર્યો સુતળી બોલનો ઉપયોગ, જુઓ Photos

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video