ગણેશ વિસર્જનનાં 11માં દિવસે ખાડી-નાળામાં જોવા મળી શ્રદ્ધા,જેની ભાવપૂર્વક પૂજા કરી એ ગણેશજીની પ્રતિમાઓ નહેરમાં રઝળતી જોવા મળી,4 હજાર જેટલી પ્રતિમાઓને બહાર કાઢીને ટ્રકમાં ભરીને હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવી

ગણેશ વિસર્જનનાં 11માં દિવસે ખાડી-નાળામાં જોવા મળી શ્રદ્ધા,જેની ભાવપૂર્વક પૂજા કરી એ ગણેશજીની પ્રતિમાઓ નહેરમાં રઝળતી જોવા મળી,4 હજાર જેટલી પ્રતિમાઓને બહાર કાઢીને ટ્રકમાં ભરીને હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવી
https://tv9gujarati.in/ganesh-visarjan-…-visarjan-karayu/


સુરતમાં 10 દિવસ ગણપતિ મહોત્સવમાં જે ગણપતિની ભારે શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવામાં આવે છે તે પ્રતિમાઓનું વિસર્જન પણ એટલી જ અશ્રુભરી આંખે કરવામાં આવે છે પણ આ દિવસે યોગ્ય રીતે વિસર્જિત નહિ થતી પ્રતિમાઓને આખરે ખાડી અને નહેરમાં પધરાવી દેવામાં આવે છે.

સુરતમાં જાગૃત યુવાનોની સંસ્થા સાંસ્કૃતિક રક્ષા સમિતિના સભ્યોએ આજે અલગ અલગ ખાડી અને નહેરમાંથી આવી 10-20 નહિ પણ અંદાજે 4 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓ રઝળતી હાલતમાં દેખાઈ આવતા બહાર કાઢી હતી.

ડીંડોલી, ખરવાસા, પુણા ગામ નહેર અને ખાડીમાંથી આવી 4 હજાર જેટલી પ્રતિમાઓને બહાર કાઢીને ટ્રકમાં ભરીને હજીરાના દરિયામાં એ જ શ્રદ્ધા સાથે વિસર્જિત કરવામાં આવી હતી. આ કાર્યમાં 100 જેટલા યુવાનો જોડાયા હતા.

યુવાનોએ એ પણ માગ કરી હતી કે પીઓપી પર પ્રતિબંધ હોવા છતાં ગણેશજીની, દશામાની આવી પ્રતિમાઓ બને છે અને વિસર્જન સમયે રઝળતી હાલતમાં જોવા મળતા ભક્તોની લાગણી દુભાય છે..ત્યારે આ માટે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ભગવાનની આ દશા જોવાનો દિવસ નહીં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati