Vijay Suvala સોમવારે ભાજપમાં જોડાશે , કમલમ ખાતે ધારણ કરશે કેસરિયો ખેસ

|

Jan 17, 2022 | 7:25 AM

ગાયક કલાકાર વિજય સુવાળા સોમવારે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. વિજય સુવાળા બપોરે કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે

ગુજરાતના(Gujarat)  જાણીતા ગાયક વિજય સુવાળા(Vijay Suvala)  સોમવારે ભાજપમાં(Bjp)  જોડાશે. ગાયક કલાકાર વિજય સુવાળા સોમવારે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. વિજય સુવાળા બપોરે કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે. વિજય સુવાળાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી છે. જેની તસવીર સામે આવી છે. મૂળ મહેસાણા જિલ્લાના સુવાળા ગામના વતની છે અને ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ગાયેલા એકથી એક ચઢિયાતા ગીતોથી સર્વાધિક લોકપ્રિય છે. આમ તો ગુજરાતભરમાં જાણીતો ચહેરો છે. વિજય સુવાળા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. લગભગ છ મહિના આમ આદમી પાર્ટીનો સાથ આપ્યા બાદ વિજય સુવાળાએ પાર્ટીને છોડી હતી. વિજય સુવાળા છેલ્લા કેટલાય સમયથી AAPના કાર્યક્રમમાં પણ જોવા મળતા ન હતા.

જો કે વિજય સુવાળા કયા કારણોથી નારાજ હતા તે સામે આવ્યું નથી. ગત જૂન મહિનામાં વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ સાથે જોડાતી વખતે તેમણે કહ્યું હતું કે, નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે. બીજી તરફ રાજીનામાના નિર્ણય વખતે તેમણે એવું કહ્યું હતું કે, હવે હું મારા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માગુ છે જેના કારણે રાજીનામુ આપુ છું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં છોડયા બાદ વિજય સુવાળા ભાજપ કે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી. જો આ દરમ્યાન તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે ઉત્તરાયણના દિવસે મુલાકાત કરી હતી. જેમાં મળતા અહેવાલ મુજબ વિધાનસભામાં ટિકીટ માટે ભાજપે બાહેંધરી આપી છે. તેમજ વિજય સુવાળા કેટલાક મંત્રીઓ અને ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં કેસરીયો ધારણ કરશે

ઉલ્લેખનીય છે કે,  વિજય સુવાળાએ  ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં  વિજય સુવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, આઠ લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતને લઇને ઉભો થયો આ વિવાદ

 

Published On - 11:14 pm, Sun, 16 January 22

Next Video