ગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, CMને બેટ ભેટમાં આપ્યું

|

May 30, 2022 | 6:47 PM

ગાંધીનગરના સીએમના નિવાસ સ્થાને આઈપીએલની ગુજરાત ટાઈટન્સની ટીમ પહોંચી હતી અને સીએમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ હળવા મૂડમાં વાતચીત પણ કરી હતી. જે બાદ સીએમ દ્વારા ટીમના તમામ ખેલાડીઓને સન્માનિત કરાયા હતા.

ગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, CMને બેટ ભેટમાં આપ્યું
Gujarat Titans met the Chief Minister

Follow us on

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) આઈપીએલ 2022 (IPL 2022) માં ચેમ્પિયન બની છે. બઝી બાજુથી તેમના પર અભિનંદનનો વસરાદ થી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ટીમને ગાંધીનગર (Gandhinagar) બોલાવી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંદે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.આ ટીમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રોડ શો કરીને સમર્થકોનું અભિવાદન ઝીલવાના છે. આ પહેલા આ ટીમનું ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહમાં પહોંચી હતી. ગાંધીનગરના સીએમના નિવાસ સ્થાને આઈપીએલની ગુજરાત ટાઈટન્સની ટીમ પહોંચી હતી અને સીએમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ હળવા મૂડમાં વાતચીત પણ કરી હતી. જે બાદ સીએમ દ્વારા ટીમના તમામ ખેલાડીઓને સન્માનિત કરાયા હતા.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા અભિનાદન સમારંભમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની સાઈન વાળું બેટ મુખ્યમંત્રીને ભેટમાં અપાયું હતું. આ બેટની હરાજી કરવામાં આવશે અને તેમાંથી જે રકમ આવશે તે ગુજરાતમાં કન્યા કેળવણી માટે વાપરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

IPL 2022માં ચેમ્પિયન બન્યા બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે એટલે કે 30 મે 2022 ના રોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રોડ શો કરશે તો આ રોડ શો દરમ્યાન ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓ ઓપન બસમાં બેસીને IPL 2022ની ટ્રોફી સાથે અમદાવાદ શહેરીજનો વચ્ચે નીકળશે અને પોતાના વિજયની ઉજવણી કરશે. આ રોડ શો દરમ્યાન ગરબા પણ કરવામાં આવશે.

 

ફાઈનલ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમને મળ્યા આટલા કરોડો રૂપિયા

IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સને ઈનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય ફાઈનલમાં હારેલી રનર અપ ટીમ એટલે કે રાજસ્થાન રોયલ્સને 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે IPL 2022માં ત્રીજા નંબરની ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર સમાપ્ત થઈ ત્યારે તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સની તિજોરીમાં 6.50 કરોડ રૂપિયા આવ્યા, જે ચોથા નંબર પર હતી. મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સ લીગમાં પહેલીવાર રમી રહી હતી અને પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત ટીમ પણ પહેલી જ બની હતી. ત્યારબાદ ફાઈનલ મેચમાં પણ સૌથી પહેલા પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું તો ડેબ્યુ સિઝનમાં આઈપીએલનું ટાઈટલ જીતનારી રાજસ્થાન બાદ બીજી ટીમ બની હતી.

Published On - 6:09 pm, Mon, 30 May 22

Next Article