Gujarat Assembly Election 2022: ભાજપે દક્ષિણ ઝોનની 35 બેઠક પર પ્રભારીઓના નામ જાહેર કર્યાં

| Edited By: | Updated on: Jun 23, 2022 | 4:18 PM

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારના રોજ ભાજપા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલી 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં આવેલી આ 59 સીટમાં અમદાવાદ અને ગાંધીનગરની વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.

ભાજપ (BJP) 182 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે અત્યારે સંપુર્ણપણે ચૂંટણી (Election) ના એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ભાજપે દક્ષિણ ઝોન (South zone) ની 35 બેઠક પર પ્રભારીઓના નામ જાહેર કર્યાં છે. આ પહેલા મધ્ય ઝોન તથા ઉત્તર ઝોનની વિધાનસભા બેઠક માટેના પ્રભારીઓના નામની જાહેરાત કરાઈ હતી. પ્રદેશ ભાજપની એક ઉચ્ચસ્તરની બેઠક ગાંધીનગર (Gandhinagar) ખાતે મળી હતી જેમાં દક્ષિણ ઝોનની 35 બેઠક પર પ્રભારીઓના નામ જાહેર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારના રોજ ભાજપા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલી 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં આવેલી આ 59 સીટમાં અમદાવાદ અને ગાંધીનગરની વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.

આજે ગાંધાનગરમાં ભાજપ ધારાસભ્યોની મુખ્યમંત્રી નિવસ્થાને બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધક્ષતામાં યોજાશે જેમાં બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણજી ચુગ રહેશે હાજર રહેશે. આ બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો હાજર રહેવાના છે. રાષ્ટ્રીપતિ ચૂંટણી મતદાન પ્રકિયા સમજ અંગે બેઠકમાં મંથન થશે, રાજ્યમાં કુલ વસ્તી અને MLA-MP સંખ્યા આધારે BJPના 38751 મતો થાય છે. ભાજપનાં આ તમામ 38751મતો દ્રૌપદી મુર્મુને મળે તે અંગે બેઠકમાં મંથન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલ બે દિવસના સુરેન્દ્રનગરના પ્રવાસે હતા પણ ગાંધીનગરમાં મહત્ત્વની બેઠકને પગલે તેમણે પોતાનો પ્રવાસ ટુંકાવ્યો હતો.