AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કૂલ સંચાલક મંડળનું સરકારને સમર્થન, પણ  રસીકરણ બાદ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ કરવાની વાલીઓની માંગ

સ્કૂલ સંચાલક મંડળનું સરકારને સમર્થન, પણ રસીકરણ બાદ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ કરવાની વાલીઓની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:15 PM
Share

બીજી તરફ સ્કુલ સંચાલકે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને સમર્થન આપ્યું હતું અને સાથે વિદ્યાર્થીઓને રસીકરણ શરૂ થયા બાદ શાળાઓ ખોલવા વાલી મંડળે રજૂઆત કરી હતી.

GANDHINAGAR : કોરોના કાળના લાંબા સમય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા સરકાર વિચારણા કરી રહી છે. તેમજ નાના બાળકોના આરોગ્યની સુરક્ષા સાથે તેના ભણતરની સરકારે ચિંતા કરી છે. આજે યોજાયેલી કેબીનેટ બેઠક વિશે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતુ કે, તંત્ર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ પ્રાથમિક શાળા શરૂ કરવાની વિચારણા કરી રહી છે.હાલ શિક્ષણ વિભાગ દ્વારા 10થી વધુ એક્સપર્ટોની એક કમિટી બનાવવામાં આવશે..જેમાં બાળકને ઓનલાઈન શિક્ષણમાંથી ઓફલાઈન શિક્ષણમાં ઢાળવા માટેના વિચારવિમક્ષ કરાશે અને બાળકોને છેલ્લા બે વર્ષમાં પડેલી મુશ્કેલીના નિવારણ માટે આયોજન કરવામાં આવશે.

તો બીજી તરફ સ્કુલ સંચાલકે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને સમર્થન આપ્યું હતું અને સાથે વિદ્યાર્થીઓને રસીકરણ શરૂ થયા બાદ શાળાઓ ખોલવા વાલી મંડળે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન, 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું

આ પણ વાંચો : ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

g clip-path="url(#clip0_868_265)">