PM Modi ના માતા હીરાબા નામથી ગાંધીનગરમાં માર્ગનું નામ રાખવામાં આવશે

|

Jun 15, 2022 | 8:47 PM

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આ જાહેરાત કરતા કહ્યું કે, 18 જૂને હીરાબાના(Hiraba) 100માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે  રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ' નામ આપવાનું નક્કી કરાયું છે.

PM Modi ના માતા હીરાબા નામથી ગાંધીનગરમાં માર્ગનું નામ રાખવામાં આવશે
PM Modi With Mother Hiraba
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન મોદીના(PM Modi) માતા હીરાબાના (Hiraba) નામથી ગાંધીનગરમાં એક માર્ગનું નામ(Road)  રખાશે. જેમાં ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ અપાશે..ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આ જાહેરાત કરતા કહ્યું કે, 18 જૂને હીરાબાના 100માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે  રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવાનું નક્કી કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માતા હીરાબા 18 જૂને 100માં  વર્ષમાં પ્રવેશ કરશે આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગર ના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે, જેમાં પીએમ પણ હાજરી આપશે તેમ માનવામાં આવે છે. આ પ્રસંગે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સુંદરકાંડ, શિવ પૂજા અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત પીએમ મોદી 18  જૂનના રોજ  પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. તેઓ વડોદરામાં જનસભાને પણ સંબોધશે. આ પહેલા પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને મળ્યા હતા. તેઓ તેમની માતા હીરાબાને ગાંધીનગર ખાતે તેમના ઘરે મળ્યા હતા.  હવે ફરી તેમના જન્મદિવસ નિમીતે તેઓ હીરાબાના આશિર્વાદ લેશે અને પુજામાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ

ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. આગામી 17 અને 18 જૂને પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન”માં જોડાશે

વિરાસત વનની મુલાકાત બાદ પીએમ મોદી વડોદરા જશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.

 

Published On - 8:45 pm, Wed, 15 June 22

Next Article