ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ,બપોરે સુધી સ્પષ્ટ થશે ચિત્ર

ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:19 AM

ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhiagar Corporation) ચૂંટણીની(Election) મતગણતરી(Counting) આજે 5 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. પાટનગરમાં મતગણતરી માટે 5 જુદા-જુદા સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 5 ઓક્ટોબરે મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થશે.સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને પછી ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે.

આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા  અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.

284 મતદાન મથકોમાંથી 144 સંવેદનશીલ હતા, જ્યારે 4 અતિ સંવેદનશીલ હતા. આ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર CCTV કેમેરા સાથે વીડિયોગ્રાફી પણ ખાતરી કરવામાં આવી હતી.

આ વર્ષે નવા સીમાંકન બાદ પ્રથમ વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં મતદાન યોજાયું છે. નવા ઉમેરાયેલા 18 ગામોના મતદારોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વર્ષે લગભગ 13 હજાર નવા યુવા મતદારો આ નવા ગામોમાં જોડાયા છે, જેમણે પ્રથમ વખત પોતાનો મત આપ્યો.

આ  પણ વાંચો : AMRELI : બાબરા APMCમાં એક જ દિવસમાં 7000 મણ કપાસની આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

આ પણ વાંચો : લાભદાયક: હજારો વર્ષ જૂની અને કમાલની ઔષધિ છે જિનસેંગ, તેના લાભ જાણીને તમે પણ થઈ જશો અચંબિત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">