AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિફેન્સ એકસ્પોમાં PMનું મોટુ નિવેદન, ‘પશ્ચિમી સીમા પર જડબાતોડ જવાબ આપશે વાયુસેના, પાકિસ્તાન સીમાથી માત્ર 130 કિમી જ દુર છે ડીસા એરબેઝ’

ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું (Defense Expo) 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. સાથે જ ગાંધીનગરથી જ  52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. તો ડીસા એર બેઝના શિલાન્યાસ સાથે જ વડાપ્રધાને પાકિસ્તાનને પડકાર આપ્યો છે.

ડિફેન્સ એકસ્પોમાં PMનું મોટુ નિવેદન, 'પશ્ચિમી સીમા પર જડબાતોડ જવાબ આપશે વાયુસેના, પાકિસ્તાન સીમાથી માત્ર 130 કિમી જ દુર છે ડીસા એરબેઝ'
વડાપ્રધાને ડિફેન્સ એક્સ્પોથી પાકિસ્તાનને પડકાર આપ્યોImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 11:59 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજધાની ગાંધીનગરમાં (Gandhinagar) ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદ્ઘાટન કર્યુ છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. સાથે જ ગાંધીનગરથી જ  52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. તો ડીસા એર બેઝના શિલાન્યાસ સાથે જ વડાપ્રધાને પાકિસ્તાનને પડકાર આપ્યો છે. વડાપ્રધાને કહ્યુ કે, ડીસામાં વાયુસેના રહેશે તેથી પશ્વિમ સીમા પર સારી રીતે જવાબ આપીશુ. જે ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિમી દૂર આવેલું છે, જો પશ્ચિમી સીમા પર કોઇપણ દુ:સાહસ કરવામાં આવશે તો વાયુસેના તેનો જડબાતોડ જવાબ આપશે.

450થી વધારે MOU સાઈન થયા

વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સ્પોને ખુલ્લો મુકતા કહ્યું કે, દેશના વડાપ્રધાન અને આ ધરતીના પુત્ર તરીકે પણ આ ડિફેન્સ એકસ્પો ખુબ જ ગૌરવની વાત છે. ડિફેન્સ એક્સપો પહેલા પણ થયા છે. પણ ડિફેન્સ એક્સપો અનોખો છે. કેમકે તેમાં માત્ર ભારતની જ કંપનીઓ ભાગ લઇ રહી છે. મેઇડ ઇન ઇન્ડિયા રક્ષા ઉપકરણો છે. પહેલી વાર કોઇ ડિફેન્સ એક્સ્પોમાં ભારતની માટીથી અને ભારતના જ લોકોના શ્રમના પરસેવાથી બનેલા ઉત્પાદનો છે. આપણા વૈજ્ઞાનિક અને આપણા યુવાઓનું સામર્થ્ય છે. આ આયોજન ઘણા સમય પહેલા જ કરવા માગતા હતા, પરંતુ કેટલીક પરિસ્થિતિને કારણે થોડો વિલંબ થયો. વધમાં ઉમેર્યું કે, સરદાર પટેલની ધરતી પરથી આપણા સામર્થ્યનું પ્રદર્શન કરી રહ્યા છીએ. તો પહેલીવાર આ એક્સપો થકી 450થી વધારે MOU સાઈન થઈ રહ્યા છે.

વિશ્વની ભારત પ્રત્યે અપેક્ષા વધી – PM મોદી

વડાપ્રધાને જણાવ્યુ કે દેશના અત્યાર સુધીના વિશાળ એક્સ્પોએ એક નવા ભવિષ્યનો શસક્ત આરંભ કરી દીધો છે. હું જાણું છુ કે તેનાથી કેટલાક દેશોને અસુવિધા પણ થઇ છે. જો કે મોટી સંખ્યામાં કેટલાક દેશ સકારાત્મક વિચાર સાથે આપણી સાથે આવ્યા છે. મને ખુશી છે કે ભારત જ્યારે આ અવસરોને આકાર આપી રહ્યુ છે ત્યારે ભારતના 53 આફ્રિકન મિત્ર દેશ ખભેથી ખભો મેળવીને આપણી સાથે ઊભા છે. હવે ઇન્ડિયા-આફ્રિકા ડાયલોગ પણ શરુ થવાનું છે.

તો આત્મનિર્ભર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આફ્રિકામાં પહેલી ટ્રેનનું નિર્માણ કચ્છના કામદારોએ કર્યું હતુ. તો કોરોનાકાળમાં આફ્રિકી દેશોને ભારતે વેક્સિન પહોંચાડી હતી. જેથી વિશ્વની ભારત પ્રત્યે અપેક્ષા વધી છે. આ ડિફેન્સ એક્સપો ભારત પ્રત્યે વિશ્વાસનું પ્રતિક છે. તો વધુમાં કહ્યું કે, આ ડિફેન્સ એક્સપોથી ગુજરાતની ઓળખાણને નવી ઉંચાઈ મળી રહી છે. તેમણે કહ્યું કે ડિફેન્સ એક્સ્પો-2022ની આ ઈવેન્ટ નવા ભારતનું એવુ ભવ્ય ચિત્ર દોરે છે, જેનો સંકલ્પ અમે અમૃતકાળમાં લીધો છે. આમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે, રાજ્યોની ભાગીદારી પણ છે. તેમાં યુવાશક્તિ પણ છે, યુવાનીનાં સપનાં પણ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમાં યુવા સંકલ્પ છે, યુવાની ક્ષમતા પણ છે. આમાં વિશ્વ માટે આશા છે, મિત્ર દેશો માટે સહયોગની તકો પણ છે.

ડીસામાં વાયુસેના રહેશે તેથી પશ્વિમ સીમા પર જડબાતોડ જવાબ આપીશુ – PM મોદી

તો વધુમાં PM મોદીએ ઉમેર્યું કે,ડિફેન્સ એક્સપોથી નવી ઉંચાઈ મળી છે. ડીસામાં વાયુસેના રહેશે તેથી પશ્વિમ સીમા પર સારી રીતે જવાબ આપીશુ. જે ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિમી દૂર આવેલું છે, જો પશ્ચિમી સીમા પર કોઇપણ દુ:સાહસ કરવામાં આવશે તો વાયુસેના તેનો જડબાતોડ જવાબ આપશે. વધુમાં તેણે કહ્યું કે, હું મુખ્યપ્રધાન હતો ત્યારે ડીસા એરફિલ્ડના નિર્માણ માટે પ્રયત્ન કરતો હતો.

ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 8 ટકા વધ્યુ – PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશો પણ અમારા સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે સ્પેસમાં ભવિષ્યની સંભાવના જોતા ભારતે પોતાની તૈયારી વધારવી પડશે.આત્મનિર્ભર ભારત અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 8 વર્ષ પહેલા ભારતની ઓળખ સૌથી મોટા ઈન્પોર્ટર તરીકે હતી.પણ હવે 75થી વધુ દેશોને ભારત ડિફેન્સ સાધનો એક્સપોર્ટ કરી રહ્યુ છે. ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 8 ટકા વધ્યુ. અનેક દેશ ભારતના ફાઈટર પ્લેનમાં રસ દાખવી રહ્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">