PM Modi 10 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

|

Jun 07, 2022 | 11:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂન-2022 ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે 10.15 કલાકે 'સમરસતા સંમેલન' કાર્યક્રમ યોજાશે.

PM Modi 10 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
PM Narendra Modi
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં  વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election ) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ પીએમ મોદી(PM Modi)  અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત પણ વધી રહી છે. જે અંતગર્ત PM Modi 10 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી 10 જૂન-૨૦૨૨ના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી(Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે 10.15 કલાકે ‘સમરસતા સંમેલન’(Samrasta Sammelan) કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી બપોરે 12.15 કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન બપોરે 12.20 કલાકે નિરાલી મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલનુ ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે 3. 45 કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન અમદાવાદ ખાતે ઇસરોના ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે.

18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે…એરપોર્ટ ખાતે સાંસદ, મેયર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તૈયારીમાં કોઇ ખામી ન રહી જાય તે માટે સાંસદ, મેયર સહિતના અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. અને તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચન કર્યું હતું…એટલું જ નહીં પીએમ મોદીની મુલાકાતને લઇ રોડ શૉના રૂટ પર શણગાર અને કારપેટિંગ કરી દબાણ દૂર કરાશે.. સાથે સાથે રોડ શૉના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે

વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે..આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે.વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે..ત્યારબાદ પીએમ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી, ઝંડા લગાવવા અને વાજતે ગાજતે પીએમનું સ્વાગત કરશે..સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે.

Next Article