Gujarat માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, સવા કરોડ લોકોને સામેલ કરવા કવાયત

|

Jun 15, 2022 | 7:32 PM

ગુજરાતમાં (Gujarat) યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે.

Gujarat માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, સવા કરોડ લોકોને સામેલ કરવા કવાયત
Gujarat CM Bhupendra Patel Meeting On World Yoda Day 2022 Celebration

Follow us on

ગુજરાતમાં (Gujarat)આગામી 21 મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની(International Yoga Day 2022) ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel )અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ “યોગ ફોર હ્યુમેનિટી” માનવતા માટે યોગ રાખવામા આવેલી છે. જેમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યું હતું.

યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે.પીએમ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચુઅલ ઉપસ્થિત રહી સંબોધન કરશે તેનું પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે.

વિશ્વ યોગ દિવસે રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે. જેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભાવનગરના જવાહર ગ્રાઉન્ડમાં  યોગદિવસની ઉજવણી

રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે.આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે.

અંદાજે 99000 લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે

રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ 3000 લોકો સહિત અંદાજે 99000 લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે 1,25,500 લોકો ભાગ લેશે. ગામ દીઠ 25 લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ 4,45,650 લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે.

શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણમાં તાલુકા કક્ષાની ઉજવણી

જ્યારે શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. રાજ્યની 45,000 પ્રાથમિક શાળાના 84,65,000 વિદ્યાર્થીઓ તેમ જ 3,23,000 શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. આ ઉપરાંત 12,500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 28,43,000 વિદ્યાર્થીઓ અને 89,000 શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે.

જ્યારે 2600 યુનિવર્સિટી-કોલેજીઝના 16,14,000 વિદ્યાર્થીઓ અને 60,000 અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યની 287 આઈ.ટી.આઈ.દીઠ 100 વિદ્યાર્થીઓ એમ કુલ 28,700 વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. રાજ્યના 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6500 પેટાકેન્દ્રો પર કુલ 12,70,400 લોકો યોગ કરશે.

જેની તૈયારીની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્યના તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવો સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં  હાજર હતા.

Published On - 7:25 pm, Wed, 15 June 22

Next Article