વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન કર્યું

|

Jun 20, 2022 | 11:50 PM

આ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, યોગ્યની ભવ્ય વારસો, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન કર્યું
Chief Minister released the booklet

Follow us on

આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક (Book) માં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આઠમાં વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતુ. આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમિત્તે સમગ્ર દુનિયામાં યોગ કરવામાં આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ આ પુસ્તકનું વિમોચન કરીને હજારો લોકો સિધી યોગની જાણકારી પહોંચાડવાનો રસ્તો બનાવ્યો છે.

યોગ પુસ્તિકા વિમોચન પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી નીમિષાબેન સુથાર, શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ યોગ અભ્યાસક્રમ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, યોગ્યની ભવ્ય વારસો, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તદઉપરાંત વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પ્રોટોકોલના સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ જેવી બાબતોને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. યોગ અભ્યાસની રીત સાથે તેના ફાયદા, સૂચનો, સાવચેતી વગેરેથી સમાવિષ્ટ આ પુસ્તક અબાલવૃધ્ધોના તંદુરસ્ત સ્વાસ્થય માટે આશીર્વાદરૂપ નીવડશે. મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે પુસ્તક વિમોચન પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આયુષ વિભાગના નિયામક ડૉ. જયેશ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અન્ય અક કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળના સભ્યો, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યભરની 32,013 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં થવાનું છે. દર વર્ષે આ અભિયાનમાં રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ રાજ્યભરના ગામે-ગામ જઇને શાળામાં પ્રવેશપાત્ર ભુલકાંઓનો શાળા પ્રવેશ કરાવશે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 17 મી શૃંખલા આગામી તા. 23 થી 25 જૂન-2022 દરમ્યાન યોજાશે.

Published On - 11:32 pm, Mon, 20 June 22

Next Article