ગુજરાતમાં NFSA ધારકોને પણ PMJAY હેઠળ અપાશે કાર્ડ, આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં કરી જાહેરાત

|

Feb 13, 2024 | 2:54 PM

તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે.હવે રાજ્યના NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં NFSA ધારકોને પણ PMJAY હેઠળ અપાશે કાર્ડ, આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં કરી જાહેરાત

Follow us on

છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે.હવે રાજ્યના NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બે વર્ષમાં આટલા PMJAY કાર્ડ ઇસ્યુ કરાયા

આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ,અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

આણંદમાં 1 વર્ષમાં 68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર

ઋષિકેશ પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં 68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 13,270 લાભાર્થીઓને 30.02 કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને 116.18 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

10 લાખ રુપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે

તેમણે જણાવ્યુ કે આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી જ્યારે સાબરકાંઠામાં 91 માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ 10 લાખ રુપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે

ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ સરકારે કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article