ફરી માસ પ્રમોશન: રાજ્યમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત

|

May 02, 2022 | 10:21 PM

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.

ફરી માસ પ્રમોશન: રાજ્યમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત
Jitu Vaghani (File Image)

Follow us on

કોરોના (Corona) ની પરિસ્થિતિને કારણે આ વર્ષે પણ રાજ્યમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ (students) ને માસ પ્રમોશન આપવામાં આવશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.

તેમણે ટ્વીટમાં એમ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા. 21-09-2019નના જાહેરનામાના અમલને સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ નિર્ણયને કારણે ધેરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુબજ દ્વિતિય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના ઓછો થઈ ગયો હોવાથી દિવાળી બાદ તમામ સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો હતો. પરંતુ વર્ષની શરૂઆતમાં ઓનલાઇન શિક્ષણ આપવું પડ્યું હતું તે વાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ બઢતીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Published On - 9:15 pm, Mon, 2 May 22

Next Article