આવતી કાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, આગામી ચૂંટણીના કારણે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર અંદાજપત્ર રજૂ થવાની સંભાવના

|

Mar 01, 2022 | 3:38 PM

ભુપેન્દ્ર પટેલ સરકાર માટે બજેટસત્ર એક કસોટી સમાન રહેશે કેમ કે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂટણી યોજાવાની હોવાથી આ બજેટની મતદારો પર પોઝિટિવ અસર થાય તેવો પ્રયાસ કરવા પડશે. ઉપરાંત ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ પણ આક્રમક વલણ અપનાવશે.

આવતી કાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, આગામી ચૂંટણીના કારણે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર અંદાજપત્ર રજૂ થવાની સંભાવના
gujarat Legislative assembly (File Photo)

Follow us on

આવતી કાલથી વિધાનસભા (Legislative assembly) માં બજેટ સત્ર (session) શરૂ થઈ રહ્યું છે. જેમાં ભુપેન્દ્ર પટેલ સરકાર પોતાનું પહેલું બજેટ રજુ કરશે. સત્રના બિજા દિવસે એટલે કે 3 માર્ચના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ (budget) રજૂ કરશે અને ત્યારે બાદ વિધાનસભામાં સત્ર દરમિયાન બજેટ પર 4 દિવસ ચર્ચા થશે.

વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર માટે બજેટસત્ર એક કસોટી સમાન રહેશે કેમ કે આ તેમનું બહેલું બજેટ છે અને આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂટણી (election) યોજાવાની હોવાથી આ બજેટની મતદારો પર પોઝિટિવ અસર થાય તેવો પ્રયાસ કરવો પડશે. આ ઉપરાંત ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ પણ આક્રમક મુડમાં છે. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને આક્રમક રજૂઆતો કરશે તેથી સરકારને તેમના જવાબ રજૂ કરવા પડશે, આ વખતે લગભગ તમામ મંત્રીઓ નવા અને બિનઅનુભવી છે તેથી કોંગ્રેસ માટે સરકરાને ઘેરવાનું સહેલું રહેશે. આ અગાઉ બે દિવસનુ સત્ર યોજાયુ હતું ત્યારે વિપક્ષ સામે સરકારની મંત્રીઓ બેકફૂટ પર આવી ગયા હતા.

વિધાનસભાનું સત્ર રાજયપાલના સંબોધન સાથે શરૂ થશે, જ્યારે રાજ્યનું બજેટ ૩ માર્ચે રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ નિયુકત કરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ પ્રથમ બજેટ હશે અને સામે વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું પણ પ્રથમ બજેટ સત્ર રહેશે તેથી સરકાર અને વિપક્ષ બંને માટે આ બજેટ સત્ર નવું રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કુલ 22 દિવસનું બજેટ સત્ર હશે. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ૩ માર્ચે પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે.

સત્ર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કેટલાક નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના છે જેમાં ,

  1. લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક
  2. નવું કૃષિ યુનીવર્સીટી બિલ
  3. ઓન લાઇન જુગાર જેવી રમતો પર નિયંત્રણ લાદતું બિલ
  4. મોલ સિનેમા જેવા જાહેર સ્થળોને cctvના એક્સેસની સત્તા આપતું બિલ
  5. રખડતા પશુઓ ઉપર નિયંત્રણ માટેનું બિલ
  6. અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક

22 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે. તે પછી રાજયપાલના અભિભાષણ પર ત્રણ દિવસની ચર્ચાની સાથે સાથે વિવિધ વિભાગોની પૂરક માંગણીઓ પર બે દિવસીય ચર્ચા થશે. વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ આ પ્રથમ સત્ર હશે. આ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. જેના કારણે આ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. બજેટની માંગણીઓ પર ચર્ચા કરવા માટે 12 દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી બિલો પર 4 દિવસ સુધી ચર્ચા થશે દરમિયાન, રાજય સરકાર વિવિધ કાયદાઓમાં જરૂરિયાત મુજબ સંશોધન બિલ પસાર કરશે. 31મી માર્ચે અંતિમ દિવસના પ્રસ્તાવ સાથે સત્ર સમાપ્ત થશે.

આ પણ વાંચો: આજે મહાશિવરાત્રિનું મહાપર્વ, સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ, ભક્તો માટે મંદિર સતત 42 કલાક રહેશે ખુલ્લુ

આ પણ વાંચો: અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો, આવતીકાલથી આખા દેશમાં લાગુ થશે નવા ભાવ

Published On - 3:34 pm, Tue, 1 March 22

Next Article