ગાંધીનગર : ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત
ગુજરાતમાં કોરોના કેસોને લઇને ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે હવે એક બાદ એક નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના સંક્રમિત બન્યા છે.
ગુજરાતમાં કોરોના (Corona) કેસોને લઇને ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે હવે એક બાદ એક નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના (Home Minister) ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, રાજકોટ એ ડિવિઝનના PSI સહિત 5 પોલીસકર્મીઓ સંક્રમિત, સુરતમાં એક સાથે ચાર પોલીસ અધિકારીઓ સંક્રમિત થયા, ડીસા સબજેલના 15 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પાટણ મેડિકલ કોલેજના 7 તબીબ અને 1 નર્સને કોરોના, જૂનાગઢ કલેક્ટર કચેરીના 16 કર્મચારીઓ સંક્રમિત બન્યા છે.
રાજયમાં કોરોનાનો કહેર યથાવત
ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.
રાજ્યના શહેરોમાં કોરોનાનો કહેર યથાવત છે. વડોદરામાં આજે 1,047 પોઝિટિવ કેસ નોંધાયા,, બનાસકાંઠામાં નવા 75 પોઝીટીવ કેસ નોંધાયા, સૌથી વધુ પાલનપુરમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા, નર્મદા જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા, સાબરકાંઠા આજે કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા, હિંમતનગરમાં 32 અને ઇડરમાં 13 નવા કેસ નોંધાયા, મહીસાગર જિલ્લામાં નવા 28 પોઝિટિવ કેસ નોંધાયા, દાહોદ જિલ્લામાં નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત
આ પણ વાંચો : Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ 14મી કે 15મી જાન્યુઆરીએ ? તારીખ વિશે જો હોય શંકા, તો જાણી લો સાચી તારીખ !