AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ભારેલો અગ્નિ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બોલાવી તાત્કાલિક બેઠક, થશે નામજોગ ફરિયાદ?

હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. તો જાણવા મળ્યું છે એક આ બાદ નામજોગ ફરિયાદ થઇ શકે છે.

હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ભારેલો અગ્નિ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બોલાવી તાત્કાલિક બેઠક, થશે નામજોગ ફરિયાદ?
Home Minister Harsh Sanghvi called an urgent meeting on the issue of head clerk paper leak
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 5:52 PM
Share

Gandhinagar: હેડ ક્લાર્ક પેપર લીકનો (Head Clerk Paper Leak) મુદ્દો હવે ગરમાયો છે. માહિતી પ્રમાણે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તાત્કાલિક બેઠક બોલાવી છે. તો તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ અપાયા છે. તો બે કલાકમાં અધિકારીઓને પહોંચવાની સૂચના પણ આપ્યાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે બેઠકમાં પેપર લીક કાંડમાં અત્યાર સુધીની તપાસ મુદ્દે ચર્ચા થશે.

જણાવી દઈએ કે આ બેઠક બાદ પેપક લીકમાં થોડીવારમાં ખુલાસો થઇ શકે છે. એટલું જ નહીં થોડીવારમાં નામજોગ ફરિયાદ પણ દાખલ થશે એવા અહેવાલ આવી રહ્યા છે. તો 12 લોકો સામે ફરિયાદ દાખલ થવાની શક્યતા છે. આ સમગ્ર કેસમાં સાબરકાંઠાના સરકારી કર્મચારીઓની ભૂમિકાની શક્યતા સેવાઈ રહી છે. સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અને LCB, PI વચ્ચે બેઠક શરૂ થઇ ગઈ છે. ત્યારે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપક લીક થયુ હોવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે.

માહિતી આવી છે એક પેપર લીક મામલે ફરીયાદ નોંધાઈ શકે છે. ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સંભાવના છે. જણાવી દઈએ કે આસિત વોરાના ઇમેઇલ બાદ તપાસ તેજ થઇ છે. પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે. તો અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે દેવલ. આ સાથે જયેશ પટેલ નામનો શખ્શ પણ પહેલાથી શંકામાં હોવાનું જાણવા મળ્યું છે. શરુઆતથી જ તેની પર આક્ષેપો તો થઇ રહ્યા છે. દેવલ પટેલ એ જયેશ પટેલનો ભત્રીજો છે. અને દેવલના ઘરે જ પેપર લીકને લઈ હિલચાલ થઇ હોવાનું અનુમાન પણ હાલ સામે આવ્યું છે. સમગ્ર કેસ બાદ હાલ કાકા અને ભત્રીજો બંને ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્ય સરકારને કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પુરાવા આપીશું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના દાયરામાં હોવાનો આરોપ લગાવી તેમને હટાવવાની માગ કરી છે. યુવરાજ સિંહે પેપર લીક કેસની તપાસ માટે SITની રચના કરવાની પણ માગણી કરી.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પુરાવાની સોફ્ટ અને હાર્ડકોપી આપી છે. યુવરાજસિંહે પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓેને જે 4 ગાડીમાં બોલાવાયા તેના નંબર પણ રીલિઝ કર્યા. યુવરાજ સિંહે કહ્યું કે તેમણે કે. આર. પરમાર સાહેબને પુરાવા વોટ્સએપ કર્યા હતા. જે અંગેની એક ઓડિયો ફાઈલ પણ રિલીઝ કરી. આ પેપર લીક કૌભાંડ હિંમતનગરના ઉંછા ગામમાંથી સામે આવ્યું છે.

ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પેપર કૌભાંડના આક્ષેપ બાદ પોલીસે અત્યાર સુધી કુલ 24 લોકોની અટકાયત કરી છે.જેમાં ગાંધીનગરના 8 અને સાબરકાંઠાના 16 લોકોની અટકાયત કરવામાં આવી છે.તો બીજી તરફ પેપર લીકમાં ઉપયોગમાં લેવાયેલી કાર ગાંભોઈના તબીબની હોવાનો પણ ખુલાસો થયો છે.હાલ પોલીસે તબીબનું નિવેદન નોંધી કારની વિગત મેળવી છે.બીજી તરફ હિંમતનગરના હમીરગઢ, હડીયોલ અને પ્રાંતિજના ઉંછાનીમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં સાબરકાંઠાની બે હાઈસ્કૂલના આચાર્યો અને પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારી પર પણ શંકાની સોય છે.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા : કોકના નામે કોલસો લાવ્યા ! કુરંગા સ્થિત RSPL ઘડી ડિટર્જન્ટ કંપનીમાં કૌભાંડ

આ પણ વાંચો: Surat: 27 ગામનો સમાવેશ કોર્પોરેશનમાં થવાથી શહેરનો વિસ્તાર 475 ચોરસ કિલોમીટર થયો, સુવિધાઓ આપવા SMCએ પોતાની તિજોરી ખોલવી પડશે

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">