દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી ડિટર્જન્ટ કંપનીમાં છેલ્લા દસ માસના સમયગાળા દરમિયાન અન્ય કોઈ નહીં. પરંતુ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મીલીભગત કરીને લાખોની કિંમતનું સપ્લાય હેરાફેરી કૌભાંડ આચર્યાનું પ્રકાશમાં આવ્યું છે.
કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીના ચાર કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસમાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત હાઇવે આવેલી આરએસપીએલ કંપની ઘડી ડિટર્જન્ટ કંપનીમાં જરૂરિયાતો મુજબ કોલસો, કોક, મીઠું અને લાઇમ સ્ટોનની ખરીદી કરવામાં આવે છે. અહીં જે તે સમયે આરએમએચએસ વિભાગના હેડ તરીકે કામ કરતા મૂળ ભાવનગરના રહીશ એવા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, વિશાલ રાણા, દક્ષ રામદતી તથા લેબમાં કામ કરતા ખેરાજ નારુ ગઢવી તેમજ કોલેટી ચેકિંગ કરતા લેબ ટેક્નિશીયન હિતેશ રામદેવપીર દ્વારા કોક વિક્રેતાઓના જવાબદાર વ્યક્તિઓની મિલીભગતથી કંપનીએ ખરીદ કરેલ કોક અને કોલસાના જથ્થામાં મટીરીયલ્સ નબળુ તેમજ કોકની જગ્યાએ કોલસો સાલવી કંપનીમાં એકબીજાને મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને આર્થિક લાભ મેળવવામાં આવતો હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
જે સંદર્ભે કંપનીના સિક્યુરિટી અને સર્વેલન્સ વિભાગના હેડ ઝારખંડ રાજ્યના અને હાલ કુરંગા ખાતે રહેતા અભિષેક નાગેન્દ્ર કુમાર દુબે દ્વારકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની દ્વારા કોકની ખરીદી માટે રૂપિયા ૨૫૦૦૦ હજાર પ્રતિ મેટ્રિક ટન તથા કોલસા માટે રૂપિયા ૫૦૦૦ પ્રતિ મેટ્રિક પેટ્રોલ આપવામાં આવે છે. જે માટે ગાંધીધામ તથા રાજકોટની પાર્ટીના વિક્રેતાઓએ કર્મચારીઓ અથવા ટ્રાન્સપોર્ટર સાથે અને સમગ્ર કૌભાંડ આચર્યું છે. કંપનીમાં સપ્લાય કરવામાં આવતા કોકની જગ્યાએ ટ્રકોમાં કોલસો ભરી અને સિક્યુરિટી ગેટ અને વે બ્રિજ કરાવી અને ખોટા બીલો બનાવવા ઉપરાંત જૂના કોકના જથ્થાનું ફરીથી સેમ્પલિંગ કરાવી અને આખી ગાડી કંપનીમાં ધાબડી દેવામાં આવતી હતી.
આમ ખોટા બીલો બનાવી અને કોકના બદલે કોલસાની હેરાફેરી કરી મીલીભગત કરીને આશરે ૨૫થી ૩૦ ગાડીઓનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આના કારણે એક ગાડી દીઠ કંપનીને આશરે રૂપિયા ૪ લાખ જેટલી નુકસાની થતા અંદાજીત રૂપિયા એક કરોડથી વધુ ની રકમની સુવ્યવસ્થિત કૌભાંડમાં કંપનીને કંપનીના જ કર્મચારીઓ દ્વારા ચુનો લગાડવામાં આવ્યો છે. થોડા સમય પૂર્વે આ અંગે વિવાદ થતાં વિશાલ રાણા અને જનાર્દન રાજ્યગુરુએ યેન કેન પ્રકારે વિવાદ આટોપી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આટલું જ નહીં આ કૌભાંડમાં કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ આરોપી શખ્સો દ્વારા પૈસાની ઓફર કરવામાં આવી હતી.
પરંતુ આ કર્મચારીઓએ ઓફર સ્વીકારી ન હતી. આરએમએચએસના હેડ ચંદન રાજ્યગુરુ દ્વારા તેઓની આ કોભાંડ ટુકડીના મેનેજમેન્ટ કરતાં હિતેશ રામ જતી ખેરાજ ગઢવી સાથે મળી લેબની અંદર કોક અને મીઠાના સેમ્પલની હેરાફેરી કરતા વિશાલ રાણાએ કોકની જગ્યાએ કોલસાના ટ્રકોને કોકના રજીસ્ટરમાં એન્ટ્રી કરી બીલ્ટી ટપાલો મારફતે ૨૫થી ૩૦ જેટલા ટ્રકોમાં મટિરિયલની અદલાબદલી કરી ખોટા સેમ્પલિંગ કરી કંપનીને લાખો રૂપિયાની નુકશાની કાર્યનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવની ફરિયાદ એલસીબી પોલીસને કરાતાં પોલીસે જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ લેબ ટેકનીશીયન એવા કલ્યાણપુર તાલુકાના માડી ગામના રહીશ ખેડા જનારુ ગામ તથા ગાંધવી હર્ષદ ખાતે રહેતા હિતેશ ગર કુંવર ગર રામદેતી અને મૂળ વડોદરાના રહી સેવા આરએમએચએસ મશીનરી મેન્ટેનસ વિભાગના વિશાલ મનુભાઈ રાણા નામના ચાર શખ્સો સામે કોકના જથ્થાના વિક્રેતાઓ ના જવાબદાર કર્મચારીઓ સામે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા સ્થિત આર એસપીએલ ઘડી ડિટર્જન્ટ કંપનીમા છેલ્લા આશરે દસેક માસના સમયગાળા દરમિયાન અન્ય કોઈ નહીં, પરંતુ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મીલીભગત કરીને લાખોની કિંમતનું સપ્લાય હેરાફેરી કૌભાંડ આચાર્યનું પ્રકાશમાં આવ્યું છે.