સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોર્ટ, પોલીસ અને ડોક્ટરની ટીમનો આભાર માન્યો.સાથે જ કહ્યું કે અમે હાઇકોર્ટમાં જવાના છીએ અને આરોપીને કેપિટલ સજા મળે તે માટેની માગણી કરીશું.
ગાંધીનગરના સાંતેજમાં (Santej) ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ(Rape) આચરી તેની હત્યા કરવાના કેસમાં સેશન્સ કોર્ટે(Session Court) નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.ત્યારે દુષ્કર્મીની સજા અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કોર્ટ, પોલીસ અને ડોક્ટરની ટીમનો આભાર માન્યો.સાથે જ કહ્યું કે અમે હાઇકોર્ટમાં જવાના છીએ અને આરોપીને કેપિટલ સજા મળે તે માટેની માગણી કરીશું.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. આરોપી વિજય ઠાકોરને કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે, હવે આરોપીને ફાંસીની સજા થાય તે માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.
સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે આરોપી વિજય ઠાકોરને કલમ 363 હેઠળ 7 વર્ષની સજા અને દંડનું એલાન કર્યું, કલમ 366 હેઠળ 10 વર્ષની સજા અને 3 હજાર રૂપિયા દંડ, કલમ 302 હેઠળ આજીવન કેદની સજા, કલમ 376 એ (બી) જીવે ત્યાં સુધી કેદની સજા અને કલમ 449માં 10 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકાર્યો છે.
મહત્વનું છે કે બાળકી પર દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી.આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી.જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો : GANDHINAGAR : CM ભુપેન્દ્ર પટેલે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
આ પણ વાંચો : RAJKOT : વરસાદની આગાહીને પગલે ઉપલેટા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી