ગુજરાતમાં હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરમુક્ત જાહેર
ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને કરમુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( CM Bhupendra Patel) ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને(Samrat Prithviraj) કરમુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) June 7, 2022
આ ઉપરાંત સમ્રાટ પૃથ્વીરાજ’ (Film Samrat Prithviraj) ફિલ્મ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ખુદ સીએમ શિવરાજ સિંહે કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ” ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી (Prithviraj Tax free In Madhya Pradesh) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ પૃથ્વીરાજ રાસો પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. એક તરફ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં જ્યાં સંયોગિતાની પ્રેમ કહાની બતાવવામાં આવી છે, તો બીજી તરફ 1191 અને 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયેલ યુદ્ધ પણ બતાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, માનુષી છિલ્લરે અભિનય અને બોલિવૂડમાં સમ્રાટ પૃથ્વીરાજ સાથે ડેબ્યુ કર્યું છે. માનુષી છિલ્લરે (Manushi Chhillar) વર્ષ 2017માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.
શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં ઇતિહાસના મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સમગ્ર જીવનની વિગતો જોવા મળે છે. ફિલ્મની વાર્તા મોહમ્મદ ઘોરીના ગઝની રાજ્યથી શરૂ થાય છે. જ્યાં પૃથ્વીરાજ તેની કેદમાંથી બહાર આવી રહ્યો છે. ફિલ્મની વાર્તા પૃથ્વીરાજ ચૌહાણના જીવનમાં બનેલી ઘટનાઓને દર્શાવે છે. પૃથ્વીરાજની વીરતા, સંઘર્ષ અને સંયોગિતા સાથેના તેમના લગ્નને સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તમને એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં સમ્રાટ પૃથ્વીરાજે પરાજય આપ્યો હતો અને તેની સાથે કોણ આ યુદ્ધનો ભાગ બન્યો હતો.
દિગ્દર્શન
શૌર્ય ગાથાની સાથે દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ રોમાંસ અને લાગણીઓ બંનેને સાથે રાખ્યા છે. જો કે ફિલ્મમાં સંજય દત્ત આંખે પાટા બાંધેલો જોવા મળે છે, પરંતુ તે પૃથ્વીરાજના કહેવા પર આવું કરે છે. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ અને તેનો સેટ તમને પૃથ્વીરાજ યુગમાં લઈ જશે. ફિલ્મમાં અક્ષય કુમાર સિંહો સાથે લડતા જોવા મળે છે. ક્રૂ મેમ્બર્સ આ સીન માટે આફ્રિકા ગયા હતા અને ત્યાં પ્રશિક્ષિત સિંહો સાથે સીન શૂટ કરવામાં આવ્યા હતા.