નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને CM ભૂપેન્દ્ર પટેલે અવકાર્યું, જુઓ Video

2025-26 ના ગુજરાત બજેટમાં "વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું" નો ઉલ્લેખ છે. ₹50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની સ્થાપના, નવા એક્સપ્રેસ-વે, શહેરી વિકાસ, આદિવાસી કલ્યાણ અને પોષણ ક્ષેત્રે મોટી ફાળવણી કરવામાં આવી છે.

નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને CM ભૂપેન્દ્ર પટેલે અવકાર્યું, જુઓ Video
| Edited By: | Updated on: Feb 20, 2025 | 3:38 PM

“વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” – ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે.

  • 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ
  • બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ
  • વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટ માટે 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે
  • ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં સહાય 1.70 લાખ રૂપિયા
  • આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 30 હજાર કરોડની ફાળવણી
  • રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે 1622 કરોડનું પેકેજ
  • બાળકોના પોષણ માટે 8460 કરોડની બજેટ ફાળવણી

વિકસિત ગુજરાત ફંડની સ્થાપના

2025-26ના ગુજરાતના બજેટને “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” ની પ્રતિબદ્ધતા દર્શાવતું ગણાવાયું. વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવાયો. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપના મહત્વપૂર્ણ ગણાવી.

રોડ અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

વિક્સિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરાશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર કોસ્ટલ અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવાશે. રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્ક માટે વિશેષ આયોજન. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 હાઈસ્પીડ કોરિડોર વિકસાશે. દાહોદ ખાતે નવા એરપોર્ટ અને વડોદરા, સુરત, ભાવનગર, પોરબંદર એરપોર્ટ અપગ્રેડ કરવામાં આવશે.

શહેરી વિકાસ અને હાઉસિંગ

વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. શહેરી વિકાસના બજેટમાં 40% નો વધારો, 31 હજાર કરોડ ફાળવાયા. નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી. “કેચ ધ રેઈન” અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવા જનભાગીદારી વધારાશે. પીએમ આવાસ યોજના હેઠળ સહાય 1.70 લાખ રૂપિયા કરવામાં આવી.

આદિજાતિ અને સામાજિક કલ્યાણ

અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતાં વનબંધુઓના વિકાસ માટે 30 હજાર કરોડ ફાળવાયા. આ રકમથી ઘર આંગણે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ વધારાશે. મત્સ્યોદ્યોગ માટે 1622 કરોડ રૂપિયાની ફાળવણી, માછીમારો માટે માળખાકીય સુવિધાઓ અને એક્સપોર્ટ પ્રોસેસિંગ માટે બજેટ.

યુવા, નારીશક્તિ અને પોષણ

યુવાઓ માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ અને સ્ટાર્ટઅપ માટે આઈ-હબની સ્થાપના. નારીશક્તિ માટે “સખી સાહસ યોજના” હેઠળ સ્વ-સહાય જૂથ માટે સહાય અને લોન ગેરંટી. બાળકોના પોષણ માટે 25% વધારો, 8460 કરોડનું બજેટ ફાળવાયું.

સામાજિક સુરક્ષા અને આરોગ્ય

જનતા જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત વીમા સુરક્ષા કવચ બમણું, બે લાખથી ચાર લાખ. દિવ્યાંગોની પાત્રતા 80%થી ઘટાડીને 60%, 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાન્વિત થશે. આ બજેટ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહે તેવો સર્વગ્રાહી દૃષ્ટિકોણ ધરાવે છે.

ઈનપુટ ક્રેડિટ :

કિંજલ મિશ્રા, નરેન્દ્ર રાઠોડ, રોકાણ વર્મા