ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 50 કેસ નોંધાયા

|

Dec 02, 2021 | 10:19 PM

રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં 318 એક્ટિવ કેસ છે જેમાંથી 9 દર્દી વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક સમયથી કોરોનાના(Corona)વધતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે.કોરોનાના દૈનિક કેસમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે કોરોનાના કારણે રાજકોટમાં(Rajkot) એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 15 કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં 10, સુરતમાં 7, રાજકોટમાં 5 કેસ નોંધાયા. આ ઉપરાંત કચ્છ અને ભાવનગરમાં 3-3 કેસ,આણંદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, વલસાડ, જામનગર, નવસારી અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી તરફ પાછલા 24 કલાકમાં 24 દર્દીઓ સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે.જેના પગલે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં 318 એક્ટિવ કેસ છે જેમાંથી 9 દર્દી વેન્ટીલેટર પર છે.રાજ્યમાં એક જ દિવસમાં 4.21 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

ગુજરાતના(Gujarat)  જામનગરમાં(Jamnagar)  ઓમીક્રોન(Omicron) વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં(Puna lab) તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જામનગરમાં આજે આફ્રિકાથી(Africa)  આવેલ  એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

જામનગરમાં આવેલા શંકાસ્પદ ઓમિક્રોન વાયરસના કેસના લીધે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ જામનગરમાં પણ છેલ્લા અનેક દિવસોમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના પગલે કોવિડ ગાઈડ લાઇનનું કડકાઇ પાલન કરવા માટે તંત્ર સજાગ બન્યું છે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

આ  પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા વિપક્ષના નેતા : સૂત્ર

Published On - 10:16 pm, Thu, 2 December 21

Next Video