ખેડૂતોની લાભ પાંચમ : રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને કોઇ તકલીફ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Nov 09, 2021 | 9:26 AM

GANDHINAGAR : આજે 9 નવેમ્બરે એટલે કે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે.ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને કોઇ તકલીફ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને આજથી મેસેજ મોકલવાની પણ શરૂઆત થઇ ગઇ છે.

સામાન્ય સંજોગોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 90 દિવસ સુધી ચાલતી હોય છે.જોકે ચાલુ વર્ષે ઓછું રજીસ્ટ્રેશન થવાને કારણે 60 દિવસ જ ખરીદી ચાલે તેવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે..જોકે 60 દિવસમાં મોટાભાગનો માલ ખરીદી લેવાનો દાવો પણ અધિકારીઓ દ્વારા કરાયો છે.

રૂ.1110 પ્રતિ મણના ભાવે થશે મગફળીની ખરીદી
રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને જરૂરી મેસેજ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે પ્રતિ મણ રૂ.1110 ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવશે. હય વર્ષે ટેકાના ભાવ રૂ.1055 હતા, જે આ વરશે વધારવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્યભરમાંથી 2,66, 000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

રાજકોટમાં 57,800થી વધારે ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટમાં પણ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે.રાજકોટ જિલ્લામાં 57 હજાર 800થી વધારે ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન.રાજકોટ,લોધિકા અને પડધરીની ટેકાના ભાવે ખરીદી જૂના માર્કેટીંગ યાર્ડ થશે.બીજીબાજુ તંત્ર દ્વારા નોડલ ઓફિસર અને ગ્રામસેવકની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોને પહેલા SMS મોકલાશે અને પછી ખરીદ કેન્દ્ર સુધી આવવાનું રહેશે.આ તરફ ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો નિરુત્સાહ હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

આ પણ વાંચો : Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati