ગુજરાતના ફાયર વિભાગમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ, મુખ્યમંત્રીને લખાયો પત્ર, જાણો શું છે પત્રમાં

|

May 23, 2024 | 8:12 PM

ફાયર વિભાગના જ મુખ્ય અધિકારીએ ગેરરીતિ આચરી હોવાનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે. ફાયરના કરોડોનું ટેન્ડર ફીક્સ કરી બારોબાર જ પધરાવી દેવાયાનો આક્ષેપ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. 27 મીટરની ટર્નટેબલ લેડર્સ માટે ટેન્ડર ચોક્કસ કંપનીને જ લાગે એવી ગોઠવણ કરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 

ગુજરાતના ફાયર વિભાગમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ, મુખ્યમંત્રીને લખાયો પત્ર, જાણો શું છે પત્રમાં

Follow us on

રાજ્યના ફાયર વિભાગને અતિઆધુનિક સાધનોથી સજ્જ બનાવવાની ગુજરાત સરકારની નેમને સાકાર કરવામાં પણ આ જ ફાયર વિભાગના એક મુખ્ય અધિકારીએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી તથા માત્ર સરકારની તિજોરીને જ નહીં પરંતુ નાગરિકોની સલામતી સાથે પણ રમત રમતા હોવાનો સંકેત આપતો કિસ્સો બન્યો છે.

ખુદ મુખ્યમંત્રીની ઓફિસને લખાયેલા એક પત્રમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ફાયર વિભાગ માટે 27 અને 60 મીટરની ટર્નટેબલ લેડર્સ ખરીદવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર્સની ફાયર વિભાગના મુખ્ય અધિકારીએ એવી શરતો નિશ્ચિત કરી હતી કે ભલે ઊંચો ભાવ ભર્યો હોય તો પણ ચોક્કસ પસંદગીની જ કંપનીઓને આ ટેન્ડર લાગે અને નીચા ભાવ સાથે ટેન્ડર મુજબના સાધનો આપી શકવા સક્ષમ હોય, સરકારને બિનજરૃરી ખર્ચ ન થાય તેવી કંપનીઓ આ ટેન્ડર ભરી જ ન શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

તટસ્થ ટેન્ડરિંગ થાય તેવી રજૂઆત ફગાવાયેલી

ફાયર સેફ્ટી સિસ્ટમ્સ ક્ષેત્રની એક કંપનીએ મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ટેન્ડર તટસ્થ થાય અને દરેક કંપની જોડાઈ શકે જેથી ઊંચી કિંમતના આ સાધનોની ખરીદીમાં સ્પર્ધાત્મકતા ઉમેરાય અને સાથે જ સરકારને પણ નાણાંકીય લાભ થાય તેવી રજૂઆત થયેલી. આમ છતાં તેમની આ રજૂઆત સાંભળવામાં આવી નહોતી અને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વિના આ કંપનીને સીધેસીધા જ આ ટેન્ડરની નક્કી થયેલી શરતો મુજબ તે ભરી દેવા કહી દેવાયું હતું.

આજનું રાશિફળ તારીખ : 25-06-2024
વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

કોને ટેન્ડર મળશે તેની આશંકા સાચી ઠરી

આ પત્રમાં એવો પણ આક્ષેપ થયો હતો કે, 27 મીટર અને 60 મીટરના આ ટેન્ડર પહેલેથી જ ચોક્કસ વેન્ડર્સને લાભ મળે તે રીતે ગોઠવાઈ ગયા હતા. મુખ્ય ફાયર અધિકારીની ગોઠવણથી માત્ર ત્રણ જ બીડ સ્વીકારાઈ હતી. આ ત્રણમાં વાડિયા ફાયર, વિજય ફાયર અને હાઈટેક સર્વિસિઝ પૂણેનો સમાવેશ થતો હતો. ટેન્ડર ખુલે એ પહેલાં જ લખેલા આ પત્રમાં એવો આક્ષેપ થયો હતો કે, જ્યારે ટેન્ડર ખુલશે ત્યારે હાઈટેક સર્વિસિઝને ગેરલાયક ઠેરવવામાં આવશે અને વિજય ફાયર અને વાડિયા બોડી બિલ્ડર્સને સંયુક્તપણે આ ટેન્ડર ફાળવી દેવામાં આવશે. એક આક્ષેપ મુજબ, આ ટેન્ડર અગાઉથી જ નક્કી થયું હતું તેમ વાડિયા ફાયરને જ મળ્યું હતું.

એક વર્ષ પહેલા ભરેલા તેના કરતાંય 60 ટકા ઉંચા ભાવે ટેન્ડર આપ્યું

જે કંપનીને આ ટેન્ડર મળ્યું છે તેણે આ ટેન્ડર એક વર્ષ પહેલાં જે ભાવે ભરેલું તેનાથી 60 ટકા ઉંચા ભાવે આ વખતે ટેન્ડર ભર્યું છતાં ફાયરના મુખ્ય અધિકારીએ સત્તાનો દુરૃપયોગ કરી આ ટેન્ડર પાસ કરાવી દીધાનો આક્ષેપ થયો છે.

બબ્બે વહીવટદારોએ ટેન્ડરનો ખેલ પાડ્યો

એવો આક્ષેપ થયો છે કે, જે સાધનો માટે ટેન્ડર મુકેલું તેમાં વધારાના સાધનો ઉમેરીને બજેટ વધારાયું. જેની કોઈ જરૃર જ નહોતી તેવા સાધનોની ખરીદી મુકાઈ. સાથે જ હમેશ અને અમન નામના બે વહીવટદારોએ જે કંપની નાની અને નાણાંકીય રીતે ક્વોલિફાય નથી, કોઈ અનુભવ નથી છતાં તેને ટેન્ડર ફાળવી દેવાયું હોવાનો દાવો થયો છે.

Next Article