ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો

|

Oct 25, 2021 | 11:07 PM

રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દાવો કર્યો છે. તેની સાથે જ ખેડૂતોને બાંહેધરી આપતા કહ્યું હતું કે પહેલા કોલસાની અછત હોવાના કારણે તકલીફ પડી રહી હતી.પરંતુ, હવે તેનો ઉકેલ આવ્યો છે.

ગુજરાતના(Gujarat)ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી વીજ કાપનો(Power Cut)સામનો કરી રહેલા ખેડૂતો(Farmers)માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજયના ખેડૂતોને અત્યારે પૂરતી વીજળી મળી રહી હોવાનો રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે(Raghavji Patel) દાવો કર્યો છે. તેની સાથે જ ખેડૂતોને બાંહેધરી આપતા કહ્યું હતું કે પહેલા કોલસાની અછત હોવાના કારણે તકલીફ પડી રહી હતી.પરંતુ, હવે તેનો ઉકેલ આવ્યો છે.જેથી આગામી થોડા દિવસમાં સ્થિતિ પૂર્વવત થઈ જશે.

રાજયના કૃષિ પ્રધાન રાધવજી પટેલે ટીવી નાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી સાથેના સતત સંપર્ક અને તેમના પ્રયત્નોથી રાજયના ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે. જેમાં બે દિવસ તેમાં થોડી તકલીફ પડી હતી. પરંતુ હાલ રાજય સરકારના અભિગમ મુજબ ખેડૂતોને સતત આઠ કલાક વીજ પૂરવઠો મળે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જો કે આ દરમ્યાન  સોમવારે  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વર્તાતી વીજળીને અછતને લઈને ખેડૂતો આક્રમક બન્યા છે. જેમાં રાજકોટના(Rajkot)ધોરાજીમાં કોંગ્રેસ (Congress) દ્વારા ખેડૂત આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની(Lalit Vasoya)આગેવાનીમાં સ્ટેશન રોડથી રેલી શરૂ થઈ હતી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પુરતો વીજ પુરવઠો આપવાની માગણી કરી હતી.

એક તરફ અતિવૃષ્ટીથી જગતના તાતને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે લલિત વસોયાએ ખેતરોમાં સર્વે કરી જરૂરિયાતમંદ ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગણી કરી.તેમણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પૂરવઠો પૂરો પાડવા માટે પણ માંગણી કરી હતી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના લખતરમાં પાણીની અછત, ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ

આ પણ વાંચો :  બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

 

Published On - 11:03 pm, Mon, 25 October 21

Next Video