Gujarat Election 2022: એક દાયકામાં ગુજરાતની રાજકીય પીચે એટલો ટર્ન લીધો કે 5 ડઝન કોંગ્રેસી ભાજપાનાં તંબુ ભેગા થઈ ગયા

|

Jun 02, 2022 | 6:08 PM

2017માં શતક ચુકી ગયેલા ભાજપે ગુજરાત(Gujarat)ની પીચ પર પોતાની લુટાતી ઈજ્જતને સાચવવા માટે કોંગ્રેસ(Congress)નાં બોલરો પાસેથી નો બોલ પડાવીને પોતાની સંખ્યા તો ત્રણ આંકડા સુધી ખેંચી ગયા, પણ શું તમને ખબર છે કે આ ખેલ દાયકાથી ચાલી રહ્યો છે અને પાંચ ડઝન કોંગ્રેસીઓ ખુશી ખુશી સફેદ નાવડી ટોપી ઉતારીને ભાજપની ભગવી ટોપીને પહેરી ચુક્યા છે. 

Gujarat Election 2022: એક દાયકામાં ગુજરાતની રાજકીય પીચે એટલો ટર્ન લીધો કે 5 ડઝન કોંગ્રેસી ભાજપાનાં તંબુ ભેગા થઈ ગયા
Gujarat Election 2022

Follow us on

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)ઓ આડે હવે ગણતરીના મહિના બાકી રહી ગયા છે અને તે વચ્ચે તમામ પક્ષોએ બાવડા ભીડવવાની શરૂઆત કરી દીધી છે. આક્ષેપ અને પ્રતિઆક્ષેપોનો મારો ‘આપ’ પાર્ટી(AAP) ની એન્ટ્રી બાદ ગુજરાત(Gujarat)માં સતત વધી ગયો છે તે વચ્ચે હવે ગુજરાત કોનું એ નક્કી ભાજપે(BJP) પહેલેથી જ કરી દીધુ છે પણ હવે એમા ભાગ પડાવવા માટે આપ પાર્ટી, કોંગ્રેસ (Congress), અસદુદ્દીન ઓવૈસી(AIMIM) , છોટુ વસાવા મુખ્ય ખેલાડી તરીકે લડી લેવા માટે તૈયાર થઈ ગયા છે.

હવે વાત એમ છે કે 2017માં શતક ચુકી ગયેલા ભાજપે ગુજરાતની પીચ પર પોતાની લુટાતી ઈજ્જતને સાચવવા માટે કોંગ્રેસનાં બોલરો પાસેથી નો બોલ પડાવીને પોતાની સંખ્યા તો ત્રણ આંકડા સુધી ખેંચી ગયા, પણ શું તમને ખબર છે કે આ ખેલ દાયકાથી ચાલી રહ્યો છે અને પાંચ ડઝન કોંગ્રેસીઓ ખુશી ખુશી સફેદ નાવડી ટોપી ઉતારીને ભાજપની ભગવી ટોપીને પહેરી ચુક્યા છે.

કોંગ્રેસના (Congress) ગઢમાં એક પછી એક ગાબડા પડતા જઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસનો સાથે છોડી રહ્યા છે. જે ધારાસભ્યોએ 2017ની ચૂંટણી કોંગ્રેસને બેઠકોના સારા આંક સાથે જીતાડી હતી. તે જ ધારાસભ્યો હવે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) તરફી દોડી રહ્યા છે. આ લીસ્ટ ઘણુ લાંબુ થઈ ગયુ છે. એમ કહી શકાય કે કોંગ્રેસની નોટબુકનું પાનુ ખાલી થઈ ગયુ છે અને ભાજપે પેજ ટર્ન કરવું પડે એમ છે. જો હાર્દિક પટેલ કે જેણે ભાજપનાં નાકમાં દમ લાવી દીધો હતો તેણે પણ ભાજપની ‘ટોપી’ આખરે આજે પહેરી જ લીધી. એમ જોવા જઈએ તો તેનું નામ લીસ્ટમાં છેલ્લેથી પહેલું આવી ગયું છે. હા, એને જે આજે નિવેદન કર્યુ કે દર દશ દિવસે કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાશે તો પછી લીસ્ટની જગ્યાએ એમ લખવું પડશે કે ‘ભાજપનું કોંગ્રેસીકરણ’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા 12 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. અશ્વિન કોટવાલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યોનો આંકડો 64 પર અટક્યો છે. વર્ષ 2017 ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જ્યારે 1 ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થયું છે.

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી

વિધાનસભા ચૂંટણી સમયે મહેસાણાના ધારાસભ્ય જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા.

વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર) મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ,સાબરકાંઠા) પી.આઇ. પટેલ (વિજાપુર, મહેસાણા) ડો.તેજશ્રીબેન પટેલ (વિરમગામ,અમદાવાદ) શકર વારલી (ઉમરગામ,વલસાડ) કરમશી પટેલ (સાણંદ, અમદાવાદ) અમિત ચૌધરી (માણસા અમદાવાદ) બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર, પાટણ) છનાભાઇ ચૌધરી (વાંસદા, નવસારી) રામસિંહ પરમાર (ઠાસરા, ખેડા) માનસિંહ ચૌહાણ (બાલાસિનોર, ખેડા) સી.કે. રાઉલજી (ગોધરા, પંચમહાલ) ભોળાભાઇ ગોહિલ (જસદણ, રાજકોટ)

વર્ષ 2019 લોકસભાની ચૂંટણી

કુંવરજી બાવળિયા (જસદણ, રાજકોટ) જવાહર ચાવડા (માણાવદર,જુનાગઢ) આશા પટેલ (ઉંઝા, મહેસાણા) પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર) વલ્લભ ધારવિયા (જામનગર)

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી

મંગળ ગાવિત (ડાંગ) જે.વી. કાકડિયા (ધારી, અમરેલી) પ્રવિણ મારુ (ગઢડા,ભાવનગર) સોમા પટેલ (લીમડી, સુરેન્દ્રનગર) પ્રધ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા,કચ્છ) અક્ષય પટેલ (કરજણ, વડોદરા) જીતુ ચૌધરી (કપરાડા,વલસાડ) બ્રિજેશ મેરજા (મોરબી)

2022 વિધાનસભા ચૂંટણી (અત્યાર સુધી)

અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા)

2022 વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા પણ ભાજપમાં સામેલ થયા છે તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

 

2012થી કોગેસી નેતાઓ ભાજપમાં જોડવા અંગે સિલસિલો

  1. 2012 થી અત્યાર સુધીમાં 60 જેટલા મોટા કોગ્રેસી નેતા ભાજપમાં જોડાયા
  2. ધારાસભ્યો,સાંસદ તેમજ કોગેસના સગઠનનાં હોદ્દેદારો જોડાયા ભાજપમાં
  3. નરહરિ અમીન 2012 ચૂંટણીમાં કોગેસ છોડીને ભાજપમાં જોડાયા હાલ રાજ્યસભાના સાંસદ બન્યા
  4. વિઠલ રાદડિયા 2012મા કોગેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમના પુત્ર જયેશ રાદડિયા 2017માં મત્રી બન્યા
  5. લીલાધર વાઘેલા 2012 કોગેસ છોડીને ભાજપમાં આવ્યા અને પાટણના સાંસદ પણ ભાજપમાંથી બન્યા
  6. પરબત પટેલ 2012મા કોગેસ છોડીને ભાજપમાં જોદાય અને રાજયકક્ષાના મંત્રી બન્યા હાલ બનાસકાંઠાના સાંસદ છે
  7. પરિવારની લડાઈમા પૂનમ માડમ 2012 કોગેસ સાથે છેડો ફડીને ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે
  8. દેવુંસિંહ ચૌહાણ 2007મા કોગેસમાંથી ભાજપમાં આવ્યા અને નરહરિ અમીનને હરાવ્યા ત્યાર બાદ હાલ કેન્દ્રીય રાજયમંત્રી છે,ભાજપની સરકારમા
  9. કોગેસ છેડો ફાડીને રામસિંહ પરમાર 2017મા ભાજપમાં જોડાયા અને હાલ અમુલ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
  10. કુંવરજી બાવળિયા કોંગસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટમત્રી બન્યા
  11. રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટમત્રી બન્યા
  12. જવાહર ચાવડા કોગેસ છોડી ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મત્રી બન્યા
  13. રાજ્યસભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોગેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા..
  14. હાલ કમશી પટેલના પુત્ર કનું પટેલ સાણંદનાં ધારાસભ્ય બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠલ ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યા
  15. બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમને સ્થાન મળ્યું હાલ તેઓ રાજીનામુ આપ્યું.
  16. રાજ્યસભાની 2019મા આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત,અક્ષય પટેલ,જે.વી.કકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા,સોમાપટેલ,પ્રવીણ મારું,જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજા કોગેસનો વર્તમાન ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમાં પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહી
  17. બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં સ્થાન મળ્યું
  18. અક્ષય પટેલ,જે.વી.કાકડીયા,પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરી પેટા ચૂંટણીમાં ફરી ધારાસભ્ય બન્યા
  19. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડ્યા
  20. કોગેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલા દિલ્લી ભાજપમાં જોડાયા
  21. આજે કોગેસનાં સગઠનનાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ છેડો ફાડી ભાજપમાં જોડાયા
  22. કોગેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ જોડાયા ભાજપમાં
  23. આદિવાસીનેતા અને પ્રખર કોગેસી અનિલ જોશીયાર પુત્ર કેવલ જોશીયારાના ધારણ કર્યો કેસરિયો
  24. હવે હાર્દિક પટેલ, શ્વેતા બ્રહ્મભટ્ટ અને પ્રવીણ મારું ભાજપ માં જોડાઈ ગયા છે

 

Published On - 6:08 pm, Thu, 2 June 22

Next Article