ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા, 20 જિલ્લામાં શૂન્ય કેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:49 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે તો 35 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા 6 પર પહોંચી છે.જ્યારે એક્ટિવ કેસ ઘટીને 252 પર પહોંચ્યા છે.

કોરોના(Corona)કાળ ભલે પૂર્ણતાને આરે હોય પરંતુ છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસની સંખ્યામાં વધારો થયો છે.જોકે સતત 12મા દિવસે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.ગુજરાત(Gujarat) માં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે તો 35 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા 6 પર પહોંચી છે.જ્યારે એક્ટિવ કેસ ઘટીને 252 પર પહોંચ્યા છે.

કોરોનાથી રાજ્યમાં કુલ 8.14 લાખ દર્દીઓ સાજા થયા છે.જ્યારે કુલ મૃત્યુઆંક 10 હજાર 76 પર સ્થિર થયો છે.તો રાજ્યના કુલ 20 જિલ્લાઓમાં શૂન્ય કેસ નોંધાયા છે.મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 10 કેસ અને વડોદરામાં 3 કેસ નોંધાયા છે.તો સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : WhatsAppને ટક્કર આપવા તૈયાર છે સ્વદેશી એપ Sandesh, આ હશે ફિચર્સ

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ

g clip-path="url(#clip0_868_265)">