ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 17 કેસ સાથે 15 દર્દીઓ સાજા થયા

|

Oct 27, 2021 | 9:58 PM

રાજ્યમાં આજે 27 ઓકટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 15 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,220 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 17 કેસ સાથે 15 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update : 17 new cases of corona were reported and 15 patients recovered on 28 October

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉતાર -ચડાવ શરૂ છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં વાદ્ગરા પછી ફરી ઘટાડો થયો છે. ગઈકાલે 26 ઓક્ટોબરે કોરોનાના નવા કેસ બમણા થઈને 30 જેટલા નોંધાયા હતા, જયારે આજે 27 ઓક્ટોબરે 17 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા લગભગ અડધા છે.

કોરોનાના 17 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 27 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,481 થઇ છે અને મૃત્યુઆંક 10,088 પર પહોચ્યો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો વડોદરા શહેરમાં સૌથી વધુ 5 કેસ, સુરત શહેરમાં 4 કેસ, આણંદ જિલ્લામાં 3 કેસ, રાજકોટ શહેર અને વલસાડ જિલ્લામાં 2-2 કેસ અને રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક કેસ નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

15 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 173
રાજ્યમાં આજે 27 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 15 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,220 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 27 ઓક્ટોબરે એક્ટીવ કેસ 173 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા થયો છે.

આજે 2.49 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 27 ઓક્ટોબરના રોજ 2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 34,135 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 1,44,643 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 10,704 લોકોને પ્રથમ ડોઝ અને 58,733 લોકોને બીજો ડોઝ અપાયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 95 લાખ 77 હજાર 967 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 5000 કિમી રેંજની મારક ક્ષમતાવાળી Agni-5 મિસાઈલનું સફળ પરિક્ષણ, જાણો મિસાઈલની વિશેષતાઓ

આ પણ વાંચો : જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ

Next Article