ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, એક્ટિવ કેસની સંખ્યા 900

|

Sep 28, 2022 | 9:09 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 28 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 93 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1000ની નીચે નોંધાઈ છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, એક્ટિવ કેસની સંખ્યા 900
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 28 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 93 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1000ની નીચે નોંધાઈ છે.જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 900 એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 146 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad) સુરતમાં 16, વડોદરામાં 10, રાજકોટમાં 08, સુરતમાં 06, ગાંધીનગરમાં 05, બનાસકાંઠામાં 04, મહેસાણામાં 03, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, રાજકોટમાં 02, વલસાડમાં 02, આણંદમાં 01, મોરબીમાં 01, નર્મદામાં 01,નવસારીમાં 01, પંચમહાલમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે.

જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મ ચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Published On - 9:07 pm, Wed, 28 September 22

Next Article