ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગના ‘મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા’ પુસ્તકનું વિમોચન કર્યું

|

Jul 19, 2022 | 5:28 PM

ગુજરાતમાં(Gujarat) પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકમાં ગુજરાતમાં થયેલ જળક્રાંતિની વિગતો જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના 96 ટકા કરતા પણ વધારે ઘરોમાં નળ જોડાણ સંપન્ન થયું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગના મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા પુસ્તકનું વિમોચન કર્યું
Gujarat CM Launch Book Makkam Sarkar Adikham Vikasgatha

Follow us on

ગુજરાતના (Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતની વિકાસ યાત્રાને દસ માસથી વધુ સમયગાળો પૂર્ણ થયો છે. જેમાં રાજ્યની વિકાસગાથાને આગળ ધપાવતાં આ સમયગાળા દરમિયાન પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલના સબળ નેતૃત્વ અને મંત્રી જીતુ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝાંખી રજૂ કરતા ‘મક્કમ નિર્ધાર , અડીખમ વિકાસગાથા’ પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકમાં ગુજરાતમાં થયેલ જળક્રાંતિની વિગતો જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના 96 ટકા કરતા પણ વધારે ઘરોમાં નળ જોડાણ સંપન્ન થયું. જેમાં ખાસ કરીને 10 મહિનાના ટૂંકા ગાળામાં પાણી પુરવઠા વિભાગે યુધ્ધના ઘોરણે કામગીરી કરીને 5218 ગામોના 7.70 લાખ ઘરોને નળ જોડાણ થી જોડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના દસ માસના સમયગાળામાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને સંકલનના પરિણામે કુલ રૂ. 2198.92 કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાકીય કાર્યોનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું.

જેમાં અસ્ટોલ, DDSA જેવી મહત્વની યોજનાઓનો પણ સમાવેશ થાય છે. તદ્ઉપરાંત આ સમયગાળામાં રૂ. 2189.86 કરોડની યોજનાકીય કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. 1084 .74 કરોડના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેની સમગ્રતયા વિગતો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. પાણીપુરવઠા વિભાગ દ્વારા 10 માસમાં રૂ. 5284 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે રૂ. 5891 કરોડની 104 યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત 1069 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અંદાજીત ખર્ચ રૂ. 1064 કરોડ છે. ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં મહત્વકાંક્ષી યોજના એટલે અસ્ટોલ અને DDSA(દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) જુથ પાણી પુરવઠા યોજનાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનના વરદ હસ્તે 4.5 લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરતી અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના રૂ. 586 કરોડના ખર્ચે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના 343 ગામો , 2 શહેર અને 1389 ફળિયાઓને પીવાલાયક પાણી પહોંચાડતી DDSA(દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) યોજના રૂ. 840 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના આ પુસ્તકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો અને આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન કરવા તથા માનવ સંશાધનો, ફરીયાદ નિવારણ, ફાયનાન્સ અને સ્ટોર ઇન્વેન્ટરીનું મોનીટરીંગ થાય અને જલ જીવન મિશનના કાર્યો પૂર્ણ કરતા તેમજ સતત મોનીટરીંગ થાય તે માટે તૈયાર કરાયેલ  E.R.P. સોફ્ટવેરની કામગીરી પણ દર્શાવવામાં આવી છે.

સ્વર્ણિમ સંકુલમાં આયોજિત પુસ્તિકા વિમોચન કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી , મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 5:13 pm, Tue, 19 July 22

Next Article