
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં મંત્રીમંડળમાં નવા ઉમેરાયેલા પ્રધાનોની ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાઈ હતી. આ શપથવિધિમાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બંસલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિત પૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનોની શપથવિધિ બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલ પ્રથમ કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી હતી.
| ક્રમાંક | નામ | મળેલી જવાબદારી | મત વિસ્તાર |
|---|---|---|---|
| 1 | ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ | મુખ્યમંત્રી | 41 – ઘાટલોડિયા |
| 2 | હર્ષ રમેશભાઈ સાંઘવી | ડેપ્યુટી CM, ગૃહવિભાગ | 165 – મજૂરા |
| 3 | સ્વરૂપજી સરદારજી ઠાકોર | ખાદી ગ્રામોઉદ્યોગ | 7 – વાવ |
| 4 | પ્રવિણકુમાર ગોરધનજી માળી | જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન | 13 – ડીસા |
| 5 | ઋષિકેશ ગણેશભાઈ પટેલ | ઉર્જા અને પેટ્રો કેમિકલ | 22 – થરવસનગર |
| 6 | પી.સી. બરાંડા | આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો | 30 – દાહોદ (અ.જ.જ્ઞિ.) |
| 7 | દર્શના એમ. વાઘેલા | શહેરી વિકાસ ખાતું | 56 – અસારવા (અનુ.જાતિ) |
| 8 | કાંતિલાલ શીવલાલ અમૃતિયા | શ્રમ અને રોજગાર વિભાગ | 65 – મોરબી |
| 9 | કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયા | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ | 72 – જસદણ |
| 10 | રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા | પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ | 78 – જામનગર ઉત્તર |
| 11 | અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા | વન અને પર્યાવરણ વિભાગ | 83 – પોરબંદર |
| 12 | ડૉ. પ્રદ્યુમન વાજા | સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ | 92 – કોડીનાર (અનુ.જાતિ) |
| 13 | કૌશીક કાંતિભાઈ વેકરિયા | કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો | 95 – અમરેલી |
| 14 | પુરુષોત્તમભાઈ ઓ. સોલંકી | મત્સ્યોદ્યોગ | 103 – ભાવનગર ગ્રામ્ય |
| 15 | જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી | કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ગાય સંવર્ધન | 105 – ભાવનગર પશ્ચિમ |
| 16 | રમણભાઈ ભીખાભાઈ સોલંકી | ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો | 109 – બોરસદ |
| 17 | કમલેશભાઈ રમેશભાઈ પટેલ | નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી | 113 – પેટલાદ |
| 18 | સંજયસિંહ વિજયસિંહ મહિદા | મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, ગ્રામીણ વિકાસ | 118 – મહુધા |
| 19 | રમેશભાઈ ભુરાભાઈ કટારા | કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન | 129 – ફતેપુરા (અ.જ.જ્ઞિ.) |
| 20 | મનીષા રાજીવભાઈ વકીલ | મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી) | 141 – વડોદરા શહેર (અ.જાતિ) |
| 21 | ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ | જળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો) | 154 – અંકલેશ્વર |
| 22 | પ્રફુલ પાનસેરીયા | આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) | 158 – કામરેજ |
| 23 | ત્રિકમ બીજલ છાંગા | ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ | 4 – અંજાર |
| 24 | ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત | રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન | 172 – સોનગઢ (અ.જ.જ્ઞિ.) |
| 25 | નરેશભાઈ મગનભાઈ પટેલ | આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ | 176 – ગણદેવી (અ.જ.જ્ઞિ.) |
| 26 | કનુભાઈ મોહનલાલ દેસાઈ | નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ | 180 – પારડી |
Published On - 6:55 pm, Fri, 17 October 25