Govt Scheme : ખેડૂત છો ? 15000 સુધીનો ફોન ખરીદો અને 6000 સુધીની સહાય મેળવો

|

Aug 16, 2023 | 9:30 AM

સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Govt Scheme : ખેડૂત છો ? 15000 સુધીનો ફોન ખરીદો અને 6000 સુધીની સહાય મેળવો
Assistance scheme to buy smart phones

Follow us on

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે ખેડૂતો, સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે.

યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના હેઠળ ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરવાથી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. રૂપિયા 15000 સુધીના સ્માર્ટ ફોનની ખરીદી પર સરકાર દ્વારા ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ ખેડૂત, તેના જીવનમાં માત્ર એક જ વાર લઈ શકશે.

યોજના માટે કોણ પાત્ર છે

આ યોજનાનો લાભ ગુજરાતમાં જમીન ધારણ કરનાર તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદાર એક કરતા વધુ ખાતા ધરાવતો હોય તો પણ એક જ વાર લાભ મળશે. સંયુક્ત ખાતા ધરાવનારાઓને જમીનની 8-અ માં દર્શાવેલા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અરજી કેવી રીતે કરશો

આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા i khedut પોર્ટલ પર સ્માર્ટ ફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

અરજી ચકાસવા અને પાત્રતા નક્કી કરવાની પધ્ધતિ

અરજદાર ખેડૂત તરફથી i khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત ખેતી વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરીને અરજીની યોગ્યતા અયોગ્યતા નક્કી કરશે. અને i khedut પોર્ટલ પર અરજીની પાત્રતા બિનપાત્રતા સ્ટેટસ અપડેટ કરશે.

અરજીની મંજૂરી અને સહાય ચૂકવણીની પધ્ધતિ

પસંદ થયેલ લાભાર્થી ખેડૂતોએ પૂર્વ મંજૂરીના આદેશના તારીખથી 30 દિવસની અંદર સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે.
નિયત સમય મર્યાદામાં સ્માર્ટ ફોન ખરીદ્યા બાદ, અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટ આઉટ સાથે જરુરી પુરાવાઓ ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે.

અરજી સાથે રજૂ કરવાના જરુરી પુરાવાઓ

  • અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર
  • 8-અ ની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક
  • જો લાગુ પડતુ હોય તો દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • સ્માર્ટ ફોનની ખરીદી કરી હોવા અંગેનું GST નંબર ધરાવતુ અસરલ બીલ
  • મોબાઈલનો IMEI નંબર

 

જુઓ આ યોજનાનો સરકારી ઠરાવ.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Next Article