Gandhinagar: મગની ખરીદી માટે સરકાર તૈયાર, આગામી 21 જૂલાઇથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી

ખેડૂત હિતમાં નિર્ણય કરતા રાજય સરકારે મગની (MSP) ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. મગની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7,275ના ટેકાના ભાવે કરવામાં આવશે. આગામી 11 જૂલાઇથી 20 જૂલાઇ સુધી ખેડૂતોએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે.

Gandhinagar: મગની ખરીદી માટે સરકાર તૈયાર, આગામી 21 જૂલાઇથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી
Gandhinagar: The government is ready to buy MSP of mugs, which will be procured at support prices from July 21
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 8:47 PM

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા સરકારે મગ(Moong)ની ટેકાના (MSP) ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2021-22માં મગના પાક માટે ટેકાનો ભાવ રૂ. 7,275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી 21 જૂલાઇથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ નોંધણી માટે કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. તેમજ ખેડૂતોએ ખેડૂતે નોંધણી માટે મોબાઇલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021-22માં મગના પાક માટે ટેકાનો ભાવ રૂ. 7,275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી 21 જૂલાઇથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે.

ઓનલાઇન કરાવવાની રહેશે નોંધણી

કૃષિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં.લિ. (FPO) મારફત કરવામાં આવનાર છે. ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી 11 થી 20 જૂલાઇ-2022 દરમ્યાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ 21 જૂલાઇ 2022થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધિન ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપરથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલ ટેકાનો ભાવ રૂ. 7,275 પ્રતિ ક્વિન્ટલ કરતાં ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે.

આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ

કૃષિમંત્રીએ નોંધણી અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VLE મારફતે કરવામાં આવશે. નોધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ-રકમ ચુકવવાની રહેશે નહીં. નોંધણી માટે ખેડૂતે જરૂરી દસ્તાવેજો જેવાકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-7ની નકલ, ઉનાળુ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના-12માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે. આ ઉપરાંત નોંધણી OTP આધારીત હોવાથી નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત આપવાનો રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફ લાઇન નોધણી કરવામાં આવશે નહી તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

g clip-path="url(#clip0_868_265)">