ગુજરાતની શાંતિ ડહોળનારાઓની કે કાંકરીચાળો કરનારાઓની ખેર નથી. અહીં દૃશ્યો જોતા તો એવુ જ લાગી રહ્યુ છે. આ દૃશ્યોમાં દેખાતા શખ્સો નવરાત્રી દરમિયાન માના પંડાલમાં તોડફોડ કરનારા શખ્સો છે. આ એ જ અસામાજિક તત્વો છે જેમણે એક નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટને આધારે ગાંધીનગરના બહિયલમાં હિંદુઓના અનેક વાહનોમાં આગચંપી કરી હતી. અનેક દુકાનોમાં તોડફોડ કરી અને મંદિરમાં પણ તોડફોડ કરી તેમજ માના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ અને પથ્થરમારો કર્યો હતો.
બહિયલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ બાદ હિંસા વણસી હતી. “I LOVE મોહમ્મદ” સામે “I LOVE મહાદેવ”ની સોશિયલ મીડિયા બબાલ વચ્ચે બહિયલમાં સ્થિતિ વણસી હતી. અહીંની અનેક દુકાનોમાં તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી. વિધર્મીઓ દ્વારા ગરબા મહોત્સવમાં પણ પથ્થરમારો કરવામાં આવતા બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આખરે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી
વિધર્મીઓ દ્વારા ગરબા મોહત્સવમાં પણ પથ્થરમારાની ઘટના બાદ બહિયલમાં અંજપાભરી શાંતિ વર્તાઈ રહી છે. તો બીજી તરફ સમગ્ર મામલે. પોલીસે બે FIR દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને 60 લોકોને રાઉન્ડ અપ કર્યા હતાઅને અન્ય 20 લોકોની પણ ઓળખ કરી લેવાઈ છે. રેન્જ IGએ જણાવ્યું હતુ કે તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને બહિયલમાં ગરબા પણ થશે. હાલની સ્થિતિને જોતા અહીં પોલીસ બંદોબસ્ત યથાવત રહેશે.
પોલીસે શકમંદોની સઘન પૂછપરછ શરૂ કરી હતી કે કોના ઈશારે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો. સઘન તપાસને અંતે પોલીસે હિંસા ભડકાવનારાને ઘરમાં ઘુસીને કોલર ખેંચીને લઈ ગઈ હતી. જે બાદ તેમની બરાબરની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યુ હતુ. ત્યારબાદ પોલીસે તેમને ઘટના સ્થળે જઈ લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. આ દરમિયાન ત્યાં હાજર સહુ કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉપદ્રવી તત્વો જે રીતે ચાલી રહ્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગુજરાતની શાંતિ ડહોળનારાઓ કોઈપણ હશે તેમને છોડવામાં નહીં આવે.
આ સમગ્ર ઘટનાક્રમ બન્યો એ સમયે ગૃહરાજ્યમંત્રી ગુજરાતમાં હાજર ન હતા. તેઓ લંડનમાં હતા. આજે ગૃહરાજ્યમંત્રી લંડનથી ગુજરાત આવવાના છે. જે બાદ તેઓ બહિયલની મુલાકાત લેશે. જો કે ગૃહરાજ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસે વૈમનસ્ય ફેલાવનારા સામે પગલા લીધા છે.
Input Credit- Kinjal Mishra- Gandhinagar