Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહનો આજે ચોથો અને અંતિમ દિવસ, બે મહત્વના સરકારી વિધેયક રજૂ થશે

|

Sep 16, 2023 | 9:47 AM

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટનો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યા હતા. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો વિરોધ કોંગ્રેસ તો પહેલેથી જ કરી રહી છે. હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહનો આજે ચોથો અને અંતિમ દિવસ, બે મહત્વના સરકારી વિધેયક રજૂ થશે

Follow us on

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહનો (Gujarat Assembly) આજે ચોથો અને અંતિમ દિવસ છે. વિધાનસભા ગૃહમાં આજે બે સરકારી વિધેયક રજૂ થશે. વર્ષ 2023નું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થશે. આ ઉપરાંત ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરાશે.

આ પણ વાંચો-અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન, જુઓ Video

અગાઉ કોમન યુનિવર્સિટી બિલ રજૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવવાની ચિંતા વ્યક્ત કરી હતી.  સામે પક્ષે રાજ્ય સરકારે આ બિલના ફાયદા ગણાવ્યા હતા.

સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટનો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યા હતા. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો વિરોધ કોંગ્રેસ તો પહેલેથી જ કરી રહી છે. હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

મહત્વનું છે કે ગઇકાલે વિધાનસભામાં  OBC અનામત બિલ (OBC Reservation Bill ) બહુમતીથી પાસ થયુ હતુ. બપોર બાદ વિધાનસભા ગૃહમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જો કે કોંગ્રેસ દ્વારા ગૃહ બહાર 27 ટકા અનામતનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ અને આપના ધારાસભ્યોની ગેર઼હાજરીમાં OBC અનામત બિલ ગૃહમાં પાસ થયુ હતુ. રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની ભલામણને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત આપવાની જાહેરાત કરાઇ હતી. ત્યારબાદ આ વિધેયકને ગૃહમાં રજૂ કરી પાસ કરવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસની OBC વસ્તી મુજબ અનામત આપવા માગ

OBC અનામત બિલ અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ઝવેરી પંચની ભલામણોમાં સ્પષ્ટ કરાયુ છે કે યુનિટ દીઠ વસ્તી મુજબ અનાતમ આપવી જોઈએ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં OBC સમાજની વસતી મુજબ અનામત આપવી જોઈએ. જો કે સરકાર દ્વારા જે બિલ લવાયુ છે તેમા માત્ર 27 ટકા અનામત આપવાની જોગવાઈ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article