Gandhinagar : વાયુશક્તિ નગર ખાતે ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયું

|

Nov 27, 2021 | 7:06 PM

પશ્ચિમી એર કમાન્ડ ટીમે પ્રથમ સ્થાન જીત્યું હતું જ્યારે ત્યારપછી બીજા અને ત્રીજા સ્થાન પર અનુક્રમે સેન્ટ્રલ એર કમાન્ડ અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડની ટીમો વિજેતા થઇ હતી.

Gandhinagar : વાયુશક્તિ નગર ખાતે ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયું
Indian Air Force Shooting Championship

Follow us on

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું (Indian Air Force Shooting Championship) આયોજન કરવામાં આવ્યું હતું. એર હેડક્વાર્ટર, પશ્ચિમી એર કમાન્ડ, પૂર્વીય એર કમાન્ડ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ, સેન્ટ્રલ એર કમાન્ડ, દક્ષિણી એર કમાન્ડ, તાલીમ કમાન્ડ અને મેન્ટેનન્સ કમાન્ડની ટીમોએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ (Air Marshal Vikram Singh) દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સશસ્ત્ર દળોમાં શુટિંગ મુખ્ય ઇચ્છિત ક્ષેત્રોમાંથી એક ગણાય છે. રમત તરીકે શુટિંગ કોઇપણ વ્યક્તિને તંદુરસ્ત રાખવાની સાથે સાથે તેમનામાં ટીમની ભાવના અને સ્પર્ધકોમાં સંઘભાવનાને આગળ વધારે છે. આ ચેમ્પિયનશીપના આયોજનનો ઉદ્દેશ ભારતીય વાયુસેનામાં શુટિંગને એક રમત તરીકે પ્રોત્સાહન આપવાનો અને ભારતીય વાયુસેના શુટિંગ ટીમ માટે શ્રેષ્ઠ શુટર્સ શોધવાનો હતો.

Indian Air Force

ભારતીય વાયુસેનાના કર્મીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે શુટિંગમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી છે. જુનિયર વોરંટ ઓફિસર દીપક કુમારે 2018 એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો. 2019માં દોહામાં યોજાયેલી 14મી એશિયન શુટિંગ ચેમ્પિયનશીપમાં તેઓ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. જુનિયર વોરંટ ઓફિસર દીપક કુમારે જુલાઇ 2021માં ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2021) 10 મીટર એર રાઇફલ ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ચેમ્પિયનશીપનું સમાપન 26 નવેમ્બર 2021ના રોજ થયું હતું. પશ્ચિમી એર કમાન્ડ ટીમે પ્રથમ સ્થાન જીત્યું હતું જ્યારે ત્યારપછી બીજા અને ત્રીજા સ્થાન પર અનુક્રમે સેન્ટ્રલ એર કમાન્ડ અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડની ટીમો વિજેતા થઇ હતી.

 

આ પણ વાંચો : વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ માગ, કોરોનાના નવા વેરિઅન્ટ બાબતે ચિંતા વ્યક્ત કરી

આ પણ વાંચો : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર-પોલિ ફિલ્મ પ્લાન્ટ્સનું ઉદઘાટન કરશે

Next Article