Gandhinagar: વેક્સિનની અછત મામલે TV9ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગની કામગીરી, વેક્સિનનો જથ્થો ફાળવ્યો
Gandhinagr : ગાંધીનગરમાં ઓનલાઈન સ્લોટ બુક કરાવનાર લોકો અને ઓન ધ સ્પોટ રસી લેવા આવતા લોકો વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હતી.
Gandhinagar: કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરતી જાય છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે તો બીજી તરફ કોરોનની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ થયું છે. કોરોના સામે લડવા માટેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોનાની રસી. દેશમાં હાલ કોરોના રસીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
21 જૂન એટલે કે યોગ દિવસથી કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ નીતિમાં ફેરફાર કર્યા છે. વિનામૂલ્યે સ્થળ પર નોંધણી કરાવીને રસી લેવાની નીતિ જાહેર કરી છે. જેને લઈને ગાંધીનગરમાં રસીકરણ કેન્દ્ર પર અવ્યવસ્થા સર્જાઈ હતી. જેનો અહેવાલ TV9 પર પ્રસારિત થયો હતો.
ગાંધીનગરમાં ઓનલાઈન સ્લોટ બુક કરાવનાર લોકો અને ઓન ધ સ્પોટ રસી લેવા આવતા લોકો વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેને લઈને રસી કેન્દ્રના સ્ટાફને વ્યવસ્થા તકલીફ જાળવવામાં પડે છે. જે અંગેનો અહેવાલ TV9 પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. વેકસિનની અછત મામલે ટીવી9ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે કામગીરી કરી છે.
તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને (Gandhinagar Municipal Corporation) વેક્સિનનો જથ્થો ફાળવ્યો છે. હવે ગાંધીનગર જિલ્લામાં 7ને બદલે 29 જગ્યાએ વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં પણ લોકો રસીને લઈને જાગૃત થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે રાત્રી કરફ્યૂ ધરાવતા 18 શહેરોમાં વ્યવસાયિકો, સંચાલકો, માલિકો સહિત તમામ સ્ટાફે 30 જૂન સુધી ફરજિયાત રસીકરણ કરાવવું પડશે. અન્ય તમામ શહેરોના વ્યવસાયિકોએ 10 જુલાઈ સુધી રસીકરણ કરાવવું પડશે. આમ રાજ્ય સરકારે છૂટ સાથે ફરજિયાત રસીકરણ પર પણ ભાર મુક્યો છે, જોકે જે વેપારીઓ કે વ્યવસાયિકોએ રસી નહીં મુકાવી હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં વધુ એક મોટી સમસ્યા, બાયો મેડિકલ વેસ્ટને કારણે 23 રાજ્યોમાં સંક્રમણ ફેલાવવાનો ભય
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો એક પણ કેસ નથી: આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ