ગાંધીનગરમાં 1 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરુ થયુ છે. આજે વિધાનસભામાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં 6 લાખ 10 હજાર 292 બાળકો કુપોષિત અને 1 લાખ 31 હજાર 419 બાળકો અતિકૂપોષિત હોવાનું સામે આવ્યુ છે.
વિધાનસભા ગૃહમાં રાજ્યના કુપોષિત અને અતિકુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા રજૂ થયા છે. જે નીચે મુજબ છે.
- બનાસકાંઠામાં 48866 કુપોષિત પૈકી 12256 બાળકો અતિકુપોષિત
- દાહોદમાં 51321 કુપોષિત પૈકી 11259 બાળકો અતિકુપોષિત
- એવાલ્લીમાં 15392 કુપોષિત પૈકી 3863 બાળકો અતિકુપોષિત
- સાબરકાંઠામાં 25160 કુપોષિત પૈકી 6645 બાળકો અતિકુપોષિત
- પંચમહાલમાં 31512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત
- મહીસાગરમાં 13160 કુપોષિત પૈકી 3163 બાળકો અતિકુપોષિત
- અમદાવાદમાં 56941 કુપોષિત પૈકી 13277 બાળકો અતિકુપોષિત
- બોટાદમાં 6038 કુપોષિત પૈકી 1512 બાળકો અતિકુપોષિત
- ગીર સોમનાથમાં 10907 કુપોષિત પૈકી 2839 બાળકો અતિકુપોષિત
- અમરેલીમાં 10425 કુપોષિત પૈકી 2414 બાળકો અતિકુપોષિત
- જૂનાગઢમાં 7748 કુપોષિત પૈકી 1582 બાળકો અતિકુપોષિત
- ભાવનગરમાં 26188 કુપોષિત પૈકી 6156 બાળકો અતિકુપોષિત
- ગાંધીનગરમાં 14626 કુપોષિત પૈકી 3115 બાળકો અતિકુપોષિત
- પાટણમાં 11188 કુપોષિત પૈકી 2057 બાળકો અતિકુપોષિત
- કચ્છમાં 12846 કુપોષિત પૈકી 3145 બાળકો અતિકુપોષિત
- આણંદમાં 19586 કુપોષિત પૈકી 3939 બાળકો અતિકુપોષિત
- સુરેન્દ્રનગરમાં 17125 કુપોષિત પૈકી 4144 બાળકો અતિકુપોષિત
- ભરૂચમાં 19391 કુપોષિત પૈકી 5012 બાળકો અતિકુપોષિત
- વડોદરામાં 20545 કુપોષિત પૈકી 4123 બાળકો અતિકુપોષિત
- તાપીમાં 8339 કુપોષિત પૈકી 1593 બાળકો અતિકુપોષિત
- પોરબંદરમાં 1734 કુપોષિત પૈકી 341 બાળકો અતિકુપોષિત
- દેવભૂમિ દ્વારકામાં 5005 કુપોષિત પૈકી 1119 બાળકો અતિકુપોષિત
- જામનગરમાં 9035 કુપોષિત પૈકી 1681 બાળકો અતિકુપોષિત
- મોરબીમાં 4920 કુપોષિત પૈકી 875 બાળકો અતિકુપોષિત
- ખેડામાં 28800 કુપોષિત પૈકી 6845 બાળકો અતિકુપોષિત
- નર્મદામાં 13997 કુપોષિત પૈકી 3179 બાળકો અતિકુપોષિત
- નવસારીમાં 1548 કુપોષિત પૈકી 354 બાળકો અતિકુપોષિત
- વલસાડમાં 15802 કુપોષિત પૈકી 2773 બાળકો અતિકુપોષિત
- રાજકોટમાં 55573 કુપોષિત પૈકી 3156 બાળકો અતિકુપોષિત
- સુરતમાં 26682 કુપોષિત પૈકી 5166 બાળકો અતિકુપોષિત
- છોટાઉદેપુરમાં 19892 કુપોષિત પૈકી 5621 બાળકો અતિકુપોષિત
કુપોષણ શું છે ?
કુપોષણ એ પોષક તત્ત્વોનું અપર્યાપ્ત, વધારે પડતું અથવા અસમતોલ ઉપભોગ છે. આહારમાં કયાં પોષક તત્ત્વો વધારે કે ઓછા છે તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કુપોષણને વિશ્વના જાહેર આરોગ્ય માટે એક સૌથી ગંભીર ચેતવણી કહે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો