Gandhinagar: મંત્રીઓના પ્રવાસને કારણે બુધવારને બદલે સોમવારે કેબિનેટની બેઠક મળી

|

Jun 13, 2022 | 12:55 PM

રાજયમાં કોરોના સંક્રમણ વધતા તેની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. આ સાથે પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સ્થિતિની સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરાશે.

Gandhinagar: મંત્રીઓના પ્રવાસને કારણે બુધવારને બદલે સોમવારે કેબિનેટની બેઠક મળી
Gujarat Government Cabinet
Image Credit source: File Image

Follow us on

ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રી મંડળની બેઠક મળી રહી છે. આગામી 2 દિવસ મંત્રીઓ (ministers) ના પ્રવાસના કારણે કેબીનેટની બેઠક (cabinet meeting) સોમવારે મળી રહી છે. કેબીનેટની બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાજયમાં કોરોના સંક્રમણ વધતા તેની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. આ સાથે પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સ્થિતિની સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારના રોજ મળતી હોય છે, પણ આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે તમામ મંત્રીઓને જિલ્લાઓના પ્રવાસે મોકલવાની યોજના બનાવી છે, જે પ્રમાણે મંત્રીઓ મંગળવાર અને બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાતે જવાના છે, જેથી બે દિવસ વહેલી એટલે કે સોમવારે કેબિનેટની બેઠક મળી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેમાં કોરોના, મોદીનો પ્રવાસ, શૈક્ષણિક સત્ર અને ચોમાસું વગેરે મુદ્દા મુખ્ય રહેશે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે. કોરોના ફરી કાબુ બહાર જાય તે પહેલાં જ તેને પહોંચી વળવા માટે સરકારે તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓની સમિક્ષા પણ આ વખતની કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસું પણ શરૂ થઇ રહ્યું છે ત્યારે પ્રિમેન્સુન કામગીરીની સમિક્ષા ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટેની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રાજ્યમાં આજથી શૈક્ષણિક સત્ર પણ શરુ થયું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે પુસ્તકો, ગણવેશ વેગેરે જેવી સરકાર તરફથી આપવામાં આવતી સુવિધાઓ સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થાની પણ સમિક્ષા કરાશે. આ સાથે મધ્યાહ્ન ભોજન પણ સમયસર શરૂ થઈ જાય તે માટેની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાશે. શિક્ષણ વિભાગ માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓના ઇમ્પ્લિમેન્ટેશન વિશે પણ ચર્ચા કરાશે.

આગામી 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની મુલાકાત અંગેની તૈયારીઓની સમિક્ષા કરાશે. બજેટ દરમિયાન મહિલાઓને જે લાભ આપવાની જાહેરાત કરાઈ હતી તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણી માટે મંત્રીઓ અને ધારાસભ્યોને સોંપવામાં આવેલી જવાબદરીની પણ સમિક્ષા કરાઈ શકે છે.

Next Article