GANDHINAGAR : સી આર પાટીલનું મહત્વનું નિવેદન, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિજય રૂપાણી નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે
સી આર પાટીલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતનો છેદ ઉડાડતા કહ્યુ કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સરકાર સારી કામગીરી કરી રહી છે.
GANDHINAGAR : 75માં સ્વતંત્રતા દિવસ નિમિતે ભાજપ અધ્યક્ષ CR પાટિલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર કાર્યકરોની હાજરીમાં ધ્વજવંદન કર્યું હતું. આ વેળાએ સી આર પાટીલે કહ્યું હતું કે દેશ આઝાદીનું 75મું વર્ષ મનાવી રહ્યો છે, દેશ ઉત્સાહ થી ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે.એમના સ્વપ્નને સાકાર કરવું આપણી સૌની જવાબદારી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યુ કે, 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યા બાદ, સી આર પાટીલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતનો છેદ ઉડાડતા કહ્યુ કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સરકાર સારી કામગીરી કરી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અનેક યોજનાઓથી દેશને વૈશ્વિક સ્તરે આગળ વધાર્યો છે. આપણી આવનારી પેઢીને સ્વતંત્રતાનો ઈતિહાસ ખબર હોવી જોઈએ. તેમજ ઓલમ્પિકમાં ભારતના પ્રદર્શનને લઈને કહ્યું હતું કે આપણા દેશના ખેલાડીઓનું ઓલિમ્પિક માં જે પ્રદર્શન રહ્યું તેના માટે સરકારે પણ અનેક પગલાં ભર્યા.
જન આશીર્વાદ યાત્રા વિષે વાત કરતાં સી આર પાટીલે કહ્યું કે નવા કેન્દ્રીય મંત્રીઓ પ્રવાસ કરીને લોકોના આશીર્વાદ મેળવવાના છે, લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મળે તે માટે યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના 5 મંત્રીઓ પણ યાત્રામાં જોડાશે. દરેક પોઈન્ટ પર લોકો તેમનું સ્વાગત કરશે.
આ પણ વાંચો : PANCHAMHAL : 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, ગોધરામાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો