Gandhinagar : પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના બંગલાને લઈ વિવાદ, બંગલાના વેચાણના સોદામાં પુત્રીએ માગ્યો હક

|

Sep 01, 2021 | 10:12 AM

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઈ હક માગ્યો છે.

Gandhinagar : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઈ હક માગ્યો છે. અલકા પટેલે જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેની જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

તેમણે આરોપ લગાવ્યો છે કે મકાનમાં ભાગ હોવા છતાં તેમને જાણ કરવામાં આવી નથી. મહત્વનું છે કે પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરી 2021ના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ ગાંધીનગરના સેક્ટર 19માં આવેલા તેમના માટે વિવાદ ઉભો થયો છે. પુત્રી અલકા પટેલે વકીલ મારફતે અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરાવીને ચેતવણી આપી છે કે આ વારસાઈમાં તેનો ભાગ છે. નોટિસમાં અલકાના વકીલે લખ્યું છે કે પોતાનો હક ડૂબાડવાનો પ્રયાસ કરતાં બાકીના ભોગવટદારોએ મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદે છે.

આ મકાનમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી અને અલકા પટેલ પણ ભોગવટો ધરાવે છે. અલકા પટેલે નોટિસમાં આરોપ મૂક્યો છે કે મકાનનો સોદો તેની જાણ બહાર કરી નાખવામાં આવ્યો છે.

જો ભરતસિંહ સોલંકીની વાત કરીએ તો હાલ તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપતા વિવાદ ઉભો થયો છે.

Next Video