Gandhinagar: ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રવિવારે ગુજરાતની મુલાકાતે, ચૂંટણી સંદર્ભે મળશે કોર ગ્રુપની બેઠક

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આ તમામ બેઠક યોજાશે. તેમજ સાંજે મુખ્યમંત્રી નિવસસ્થાને કોર ગ્રુપની બેઠક યોજાશે. આ કોર ગ્રુપની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા હાથ ધરાશે.

Gandhinagar: ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રવિવારે ગુજરાતની મુલાકાતે, ચૂંટણી સંદર્ભે મળશે કોર ગ્રુપની બેઠક
BJP national general secretary B.L. Santosh (File Image)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 20, 2022 | 8:42 PM

ભાજપના (BJP) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ (B.L. Santosh) આવતીકાલે ગુજરાત મુલાકાતે આવશે અને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મેરેથોન બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) પણ તમામ બેઠકોમાં હાજરી આપશે. તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ અલગ બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આ તમામ બેઠક યોજાશે. તેમજ સાંજે મુખ્યમંત્રી નિવસસ્થાને કોર ગ્રુપની બેઠક યોજાશે. આ કોર ગ્રુપની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા હાથ ધરાશે. રાજ્યમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી આવશે અને વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે જ વારંવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પાટણની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને ભાજપે (BJP) તૈયારીઓ આરંભી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ (Piyush Goyal) રવિવારથી બે દિવસના પાટણ જિલ્લાના પ્રવાસે છે. તેવો પાટણમાં અનેક સંગઠનાત્મક કાર્યકરોમાં હાજરી આપીને કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. હાલ ગુજરાતમાં જોવા જઈએ તો વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય છે. જેમાં આમ આદમી પાર્ટીએ તો અનેક બેઠકો પર ઉમેદવાર પર જાહેર કર્યા છે.

આ ઉપરાંત આજે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેમજ GTUના ઈંક્યુબેશન સેન્ટર ખાતે થયેલા સ્ટાર્ટ-અપનું પણ નિરીક્ષણ કર્યું હતું તો મેક એન્ડ બ્રેક, ટેકનો IT હબ અને સ્પેરો હેલ્થ LLP સ્ટાર્ટઅપનું પણ નિરિક્ષણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય પ્રધાન દ્વારા GTUના કોન્ફરન્સ હોલ ખાતે મોદી@20 પુસ્તક પર મંથન કરવામાં આવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના મોટા નેતાઓએ સમીક્ષા બેઠકો અને ચિંતન શિબિર શરુ કરી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">