Gujarat માં RTE એડમિશન માટે આ તારીખથી શરૂ થશે પ્રથમ રાઉન્ડ
સરકાર દ્વારા 10 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા 22 એપ્રિલ સુધી હાથ ધરવામાં આવી હતી. આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે 12 દિવસનો સમય વાલીને આપવામાં આવ્યો હતો. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફરી એક તક 25 થી 27 એપ્રિલ સુધી આપવામાં આવી હતી.
ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનના કાયદો અમલમાં છે. જેના ભાગરૂપે સરકારે દ્વારા 10 એપ્રિલના રોજથી RTE હેઠળ પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેવા સમયે રાજ્યમાં આરટીઈ હેઠળ શાળામાં એડમિશન માટે અંદાજે 83,326 જગ્યા સામે 96,707 અરજી આવી છે. આમાંની મોટાભાગની શાળા ગુજરાતી માધ્યમની છે. ગયા વર્ષે આરટીઇ જોગવાઈ હેઠળ 71,000 થી વધુ બાળકને રાજ્યની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2015-16થી અમલમાં છે
જેમાં આરટીઈ હેઠળ ખાનગી શાળામાં એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ ત્રીજી મેથી શરૂ કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શાળાની ફાળવણી કરવામાં આવશે. તેમજ જરૂરી પુરાવા સાથે વિદ્યાર્થીને ફાળવેલી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે. જ્યારે ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2015-16થી અમલમાં છે.
તેની ચકાસણી 25 થી 30 એપ્રિલ સુધી કરવામાં આવશે
આ પૂર્વે સરકાર દ્વારા 10 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા 22 એપ્રિલ સુધી હાથ ધરવામાં આવી હતી. આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે 12 દિવસનો સમય વાલીને આપવામાં આવ્યો હતો. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફરી એક તક 25 થી 27 એપ્રિલ સુધી આપવામાં આવી હતી. ત્યાર બાદ જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તેની ચકાસણી 25 થી 30 એપ્રિલ સુધી કરવામાં આવશે અને ત્યારબાદ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે.
એકમાત્ર દીકરી હોય તેવા પરિવારને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવશે
આરટીઇ પ્રવેશ માટે કુટુંબમાં એકમાત્ર દીકરી હોય તેવા પરિવારને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવશે. મહાનગર પાલિકામાંથી વાલીએ સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હતું. જેમાં આઈટી રિટર્ન ભરનારે રિટર્ન બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જયારે અન્ય વાલી માટે આવકનો દાખલો રજૂ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તારીખ 31 મે 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ કરનાર બાળકને આરટીઈ હેઠળ ધોરણ ૧માં પ્રવેશ મળશે. ત્યાર બાદ ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…