ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિનો મુદ્દો: જીયુવીએનએલે ભરતીમાં ગેરરીતિ ના થઇ હોવાનો રિપોર્ટ સોંપ્યો

ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિનો મુદ્દો: જીયુવીએનએલે ભરતીમાં ગેરરીતિ ના થઇ હોવાનો રિપોર્ટ સોંપ્યો

| Updated on: Feb 09, 2022 | 1:18 PM

ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરિતીનો મુદ્દો: જીયુવીએનએલે ભરતીમાં ગેરરિતી ના થઇ હોવાનો રિપોર્ટ સોંપ્યો

ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કર્યા હતા. જેના પગલે જીયુવીએનએલને રિપોર્ટ રજુ કરવા માટે સરકારે તાકીદ કરી હતી. આજે જીયુવીએનએલ દ્વારા સરકારને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેમાં ભરતીમાં કોઈ ગેરરિતી ના થઇ હોવાનો રિપોર્ટ સરકારને સોંપાયો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જો લોકો સામે નામજોગ આક્ષેપ કરવામાં આવ્યા છે તેવા કોઈ વ્યક્તિઓ ઉજ્રા વિભાગમાં મળી આવ્યા નથી.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે.

એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.

ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ ખુલતાં હડકંપ મચી ગયો છે.  ભાજપના નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુંલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ અરવલ્લીમાં ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે.  મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી અવધેશ પટેલ રવાના થઈ ગયા હતા. પોલીસ અટકાયતના ડર થી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.

આ તમામ આક્ષેપો બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા અને જીયુવીએનએલને જેની પણ સામે આક્ષેપ થયા છે તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનું કહેવાયું હતું. આ આદેશ બાદ જીયુવીએનએલ દ્વારા આંતરીક તપાસ કરવામાં આવી અને આજે તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી

આ પણ વાંચોઃ Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

Published on: Feb 09, 2022 12:54 PM
g clip-path="url(#clip0_868_265)">