CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, જાણો ક્યા મુદ્દાઓ પર થશે ચર્ચા ?

|

Jun 07, 2022 | 12:03 PM

આ બેઠકમાં કેન્દ્ર સરકારની(Central Govt)  8 વર્ષની ઉજવણી, PM મોદીનો ગુજરાત પ્રવાસ, પ્રિ મોન્સૂન પ્લાનિંગ, ખેડૂત વીજ બિલ અને આગામી શૈક્ષણિક સત્ર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, જાણો ક્યા મુદ્દાઓ પર થશે ચર્ચા ?
CM Bhupendra Patel to chair cabinet meeting

Follow us on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળશે. મંત્રીઓ અન્ય પ્રવાસમા રહેવાના હોવાના કારણે સામાન્ય રીતે બુધવારે મળતી કેબિનેટ બેઠક અચાનક મંગળવારે બોલાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યે કેબિનેટ બેઠક મળશે. જેમાં કેન્દ્ર સરકારની(Central Govt)  8 વર્ષની ઉજવણી, PM મોદીનો ગુજરાત પ્રવાસ, પ્રિ મોન્સૂન પ્લાનિંગ, ખેડૂત વીજ બિલ અને આગામી શૈક્ષણિક સત્ર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ મુદ્દાઓ પર બેઠકમાં ભાર આપવામાં આવશે

કેન્દ્ર સરકારના(Modi Government)  આઠ વર્ષ પૂર્ણ થયા છે, તેની ઉજવણીના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ સંમેલન અને બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે..ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે.આગામી 18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે,ત્યારે આ બેઠકમાં તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.તેમજ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે પ્રિમોન્સુન કામગીરી અને ખેડૂત વીજ બિલ જેવા મુદ્દાઓ પર ભાર આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમને જણાવી દઈએ કે,કિસાન સંઘના (Kisan Sangh) પદાધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર પાસે અનેક વાર રજુઆત કરવા છતા નિરાકરણ ન આવતા હવે આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે. કિસાન સંઘે સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યુ છે, તો તેના સમાધાનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

Next Article