સામાન્ય લોકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવા જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રીની સુચના

|

Apr 28, 2022 | 7:12 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM) આ રાજ્ય સ્વાગતમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો-રજૂઆતોનો ઉકેલ આવી જાય અને રાજ્ય સ્વાગતમાં કોઇ અરજદારે આવવું જ ન પડે તેવી સ્થિતી ઊભી કરવી સૌની સહિયારી જવાબદારી છે.

સામાન્ય લોકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવા જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રીની સુચના
Bhupendra Patel, CM, Gujarat (ફાઇલ ફોટો)

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, ગરીબ વર્ગોની રજૂઆતો પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ અને છેવાડાના માનવીની સમસ્યાઓ-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરો (District Collectors)અને જિલ્લા અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજુઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી શરૂ કરાવેલો છે.‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે.

તદ્દઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના સ્વાગત કક્ષમાં રજૂઆત કર્તા અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. અને જિલ્લા અધિકારીઓને વિડીયો કોન્ફરન્સીંગથી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં 8 રજૂઆતો આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં 306 અને તાલુકા સ્વાગતની 1707 મળી સમગ્રતયા 2021 રજૂઆતોનું સુચારૂ નિવારણ લાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાજ્ય સ્વાગતમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો-રજૂઆતોનો ઉકેલ આવી જાય અને રાજ્ય સ્વાગતમાં કોઇ અરજદારે આવવું જ ન પડે તેવી સ્થિતી ઊભી કરવી સૌની સહિયારી જવાબદારી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય શાસનનું દાયિત્વ સંભાળ્યા બાદ યોજાયેલા આ બીજા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

આ પણ વાંચો :PM Narendra Modi: ભારતે પાકિસ્તાનને મોઢે ચોપડાવી દીધી, પાડોશી દેશને PMની જમ્મુ મુલાકાત પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી

આ પણ વાંચો :દિલ્હીના શાહીન બાગમાં ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો ઝડપાયો, NCBએ 400 કરોડનો સામાન કર્યો જપ્ત, ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો થયો પર્દાફાશ

Next Article